Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

લોધીકાના નગરપીપળીયાના લોકો ચમત્કાર કરતા શીખ્યાઃ જાથા દ્વારા વૈજ્ઞાનીક પ્રયોગોનું નિદર્શન

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જીલ્લા પંચાયત તાલુકા પંચાયત લોધીકા ગ્રામ પંચાયત નગરપીપળીયાના સહયોગથી જે.એચ.ભાલોડિયા વિમેન્સ કોલેજ ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજનાનો શ્રમ, આરોગ્ય,સફાઇ, ગ્રામજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગ્રામજનો જનસમાજ, છાત્રાઓમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો ભારતમાં માનસિક રોગો, માનવીનું અસામાન્ય વર્તન સંબંધી ભિન્ન વિચારો ભુમણાઓ સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું વૈજ્ઞાનીક પધ્ધતિથી ઉદ્ઘાટન કોલેજના પ્રિન્સીપાલ ડો.એન.એમ. કાનાણીએ કરી દેશમાંપ્રવર્તતી અંધશ્રદ્ધાંજાનો દાખલા આપી વિસ્તૃત માહિતી આપી હતી. ગામના સરપંચ કમલેશભાઇ સાકરીયા, ઉપસરપંચ દિનેશભાઇ ખુંટ, માજીસરપંચ મનસુખભાઇ તારપરા, સુરેશભાઇ વસોયા, બાબુભાઇ ગમારા, રાજુભાઇ તારપરા, કિશનભાઇ ખુંટ, જયંતીભાઇ હરસોડા, જેરામભાઇ વસોયા, રાઘેલાલભાઇ નિમાવત, મુકેશભાઇ સાકરીયા, વલ્લભભાઇ રામાણી, દિપકભાઇ સાકરીયા, તુલશીભાઇ મારવીયા, ચુનીલા કથીરીયા, ચંદુભાઇ હરસોડા, ચુનીભાઇ, નરશીભાઇ  ખુંટ, શૈલેષભાઇ તારપરા, સુધીરભાઇ તારપરા, ભરતભાઇ ભુત, ગીરીશભાઇ દોંગા જનજાગૃતિ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ તકે જાથાના જયંત પંડયાએ વાસ્તુ, જયોતિષ ફેંગસુઇ ટેરા, અંક, સીગ્નેચર છાપા વિગેરે ફળકથનો વાળા શાસ્ત્રો, ચોપડી કપોળકલ્પિત, ર્વૈજ્ઞાનિક અત્તાર્કીક છે તેને ફગાવવા અપીલ કરી હતી.ભારતમાં સદીઓથી લેભાગુઓ યેનકેન છેતરપીંડી કરી પોતાની આજીવિકા મેળવે છે જે દુઃખદ હોવાનુ જણાવેલ. વૈજ્ઞાનિક પ્રંયોગોમાં અકેના ડબલ, હાથમાંથી કંકુ ભસ્મ, લોહી નીકળવું, જીભની આસાર ત્રિશુલ નાખવું, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, ધુણવું સવારીની ડીંડકલીલા, તાવિજનું બોલવું,નજરબંધ, જરતમાં જોવું, કાનેથી ચઠી વાંચવી,   મનગમતી મીઠાઇ ખવડાવવી શરીર ઉપર ધગધગતા અંગાર ફેરવવા, અગ્નિનું આપોઆપ સળગવું શ્રીફળમાં અગ્નિનું ફારવું મોંમા અંગારા ખાવા ભુવાની સાકળ માથાની ઘતિંગલીલા પ્રસાર ચમત્કારીક પાણી નીકળવું મામાદેવના ચમત્કારીક રૂપિયા નીકળવા વિગેર નિદર્શન કરી લોકોને શીખડવાી દેવામાં આવ્યા હતા. કોલેજના છાત્રાઓએ ઉત્સાહભેર પ્રયોગમાં ભાગ લઇ મુંજવતા પ્રશ્નો પુછી નિરાકરણ કર્યુ હતં. ભાલોડીયા કોલેજા પ્રિન્સીપાલ કાનાણી તમમ અધ્યાપક છાત્રાઓ ગામના સ્વયમ સેવકોએ વિવિધ કામગીરી સંભળી લીધી હતી. જાથાના ઉમેશ રાવ, વિનોદ વામજા, રોમીત રાજદેવ, રાજુભાઇ યાદવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, મનસુખભાઇ મુર્તિકાર, વિનુભાઇ ઉપાધ્યાય, ભાનુબેન ગોહિલ, કિંજલ ગોહિલ, કાર્યકરોએ ભાગ લીધો હતો.જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છ.ે(૬.૧પ)

 

 

(3:05 pm IST)