Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સ્વાઇન ફલૂથી ઉપલેટાના કોલકીના વૃધ્ધનું મોતઃ કુલ મૃત્યુઆંક ૪૯

ગત સાંજે ખેરડીના વૃધ્ધાનું સિવિલ હોસ્પિટલમાં મોત થયા બાદ મોડી રાત્રે કોલકીના વૃધ્ધે ખાનગી હોીસ્પટલમાં દમ તોડ્યોઃ કુલ ૪૭ દર્દી સારવારમાં: જે પૈકી ૧૭ સિવિલ હોસ્પિટલમાં

રાજકોટ તા. ૨૨: સ્વાઇન ફલૂ સતત એક પછી એક ભોગ લઇ રહ્યો છે. મધરાતે વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. ઉપલેટાના કોલકીના ૫૯ વર્ષના વૃધ્ધને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જેમનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલો હતો. આ વૃધ્ધાએ મોડી રાત્રે ૩:૦૯ કલાકે સિનર્જી હોસ્પિટલમાં દમ તોડી દીધાનું આરોગ્ય વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ગત સાંજે પણ રાજકોટના ખેરડી ગામના ૬૪ વર્ષના વૃધ્ધા (મહિલા)નું સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તેમનો રિપોર્ટ પણ પોઝિટીવ હતો. આ બંને મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૪૯ થયો છે. જો કે હજુ આ બે કેસ શંકાસ્પદ મૃત્યુના લિસ્ટમાં રખાયા છે. શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મળી કુલ ૪૭ દર્દી આજે સારવારમાં છે. જેમાંથી ૧૭ દર્દી સિવિલમાં દાખલ છે. જે પૈકી ત્રણના રિપોર્ટ આવવાના બાકી છે. (૧૪.૮)

(12:24 pm IST)