Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કલેકટર તંત્રની બલીહારીઃ સાંથણીમાં ૧૯૯૭ માં જમીન આપી કબજો ન સંભાળ્‍યો છતાં ર૦ વર્ષે અપીલમાં કલેકટરે મંજૂર કરી!!

ગજબનો ખેલઃ ૭/૧ર પણ જનરેટ થઇ ગયોઃ પ્રિમીયમ પણ ખેતીથી ખેતી ગણી વસુલાયું અને તે પણ રપ ટકા મુજબ... : એન્‍ટ્રી પડી ગઇ, જમીન જૂની શરતમાં ફેરવાઇ ગઇ, દસ્‍તાવેજ થઇ ગયોઃ કરોડોની જમીન અને દસ્‍તાવેજ મામૂલી કિંમતનો : કલેકટર લોબીમાં આ કેસની ચારેકોર ચર્ચાઃ સોખડાની જમીનનો જબરો મામલો....

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ કલેકટર તંત્ર લોબીમાં મહેસુલ કચેરીઓમાં હાલ બહાર આવેલ જમીનનો એક કેસ ભારે ચર્ચાને ચકડોળે ચડયો છે.

મહેસુલી કર્મચારીઓમાં આર્ય સાથે આઘાત છે, આ જમીન કેસ અંગે.

વિગન એવી રસપ્રદ છે કે, સોખડા સર્વે નં. ૧૦૯ પૈકી ૩ ની જમીન અંગે ૧૯૯૭ માં માધા હમીર નામના અરજદારને સાંથણી માટે જમીન અપાઇ હતી, હુકમ કરાયો પણ કલેકટર તંત્રે જે તે વખતે કબજો નહોતો સોંપ્‍યો, આ પછી આ બાબતને ર૦ વર્ષના વહાણા વીતી ગયા, દરમિયાન આ અરજદારને ધ્‍યાને આવ્‍યું કે, પોતાને જમીન અપાઇ છે, આથી તેણે માંગણી કરી પરંતુ તે વખતે ડે. કલેકટરે તેની અરજી કાઢી નાખી હતી, આ પછી કલેકટર સમક્ષ અપીલ થઇ અને તત્‍કાલીન કલેકટરે અરજદારની અપીલ મંજૂર કરી દિધી.

એટલુ જ નહી આ કેસમાં તુર્ત જ ૭/૧ર પણ જનરેટ કરી દેવાયો, અને ૧૯૯૭ થી જ એટલે કે મુળથી જ કબજો ગણાવાયો. આ પછી તાજેતરમાં પ્રીમીયમ વસુલવાની વાત આવી તો કલેકટર તંત્રે પ્રીમીયમ પણ ખેતીથી ખેતી વસુલ્‍યું, અને તે પણ રપ ટકા મુજબ તથા એન્‍ટ્રી પડી ગઇ, જમીન જૂની શરતમાં ફેરવાઇ ગઇ.

ર્ય એ છે અને મહેસુલી કર્મચારીઓમાં ચર્ચાતી હકિકત મુજબ આવી સાંથણીની જમીનમાં સળંગ ૧પ વર્ષ વાવેતર થવુ જોઇએ, તો જ જૂની શરતમાં ફરે, જે તે સમય કહેવાતુ સ્‍થળ તપાસ થયું અને જમીન સોંપાઇ ગઇ... આ પછી આ કરોડોની જમીનનો દસ્‍તાવેજ થયો... કાચી  નોંધ પડી અને દસ્‍તાવેજ પણ માત્ર લાખોની કિંમતનો થયો.

આમ, કરોડોની જમીન અંગે કહેવાતા જમીનના નિષ્‍ણાંતોએ જવાબદારોએ જબરો ખેલ પાડી લીધો, હાલ આ બાબત ગાંધીનગર સુધી પહોંચ્‍યાની અને ગમે ત્‍યારે વીજીલન્‍સ તપાસ આવે તેવી શકયતા ટોચના અધિકારી વર્તુળો દાખવી રહ્યા છે.

(4:12 pm IST)