Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ઓહો..હો...વોર્ડ નં. ૧૧ની લકઝરિયસ કસ્‍તુરી રેસીડેન્‍સીમાં ૩૮ ભૂતિયા નળ ઝડપાયા

પાણી ચોરી સામે મ્‍યુ. કમિશ્નર બંછાનિધી આકરા પાણીએ : ઈલે. મોટર મુકી પાણીચોરી કરતા પાંચના નળ કનેકશન પણ કાપી નંખાયાઃ નોટીસો આપી હોવા છતા કોઈએ ભૂતિયા નળ કાયદેસર કરાવ્‍યા નહીં: દિવ્‍ય ડેવલોપર્સ સહિત સ્‍થાનિક રહેવાસીઓ સામે કોર્પોરેશનની કાર્યવાહી

રાજકોટ, તા. ૨૧ :. શહેરમાં હવે ઉનાળામાં પાણી ચોરીને કારણે વિતરણ વ્‍યવસ્‍થા ખોરંભે ન ચડે તે હેતુથી મ્‍યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા ભૂતિયા નળ તથા ઈલેક્‍ટ્રીક મોટર મુકી ડાયરેકટ પમ્‍પીંગના કિસ્‍સા ઝડપી લેવા સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત આજે વોર્ડ નં. ૧૧માં આવેલ લકઝરિયસ કસ્‍તુરી રેસીડેન્‍સીમાં એકી સાથે ૩૮ ભૂતિયા નળ જોડાણો તથા ઈલેકટ્રીક મોટર મુકી પાણી ચોરી કરતા પાંચ રહેવાસીઓને ઝડપી લેવાતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે મ્‍યુ.કમિશ્નર વિભાગની યાદીમાં જણાવ્‍યુ છે કે શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીની સૂચના અનુસાર ગેરકાયદેસરનળકનેક્‍શન ધરાવતાઅને ડાયરેક્‍ટ પમ્‍પીંગ કરતા આસામીઓને ત્‍યાં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવી રહેલા ચેકિંગ અંતર્ગત આજે  શહેરના વેસ્‍ટ ઝોનમાં વોર્ડ નં. ૧૧ માં આવેલ કસ્‍તુરી રેસીડેન્‍સીમાં ૩૮ ગેરકાયદેસર નળકનેક્‍શનઅને ડાયરેક્‍ટ પમ્‍પીંગના પાંચ કિસ્‍સામાં નળ જોડાણ કપાત  કરવામાં આવેલ છે.

અહી એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, વેસ્‍ટ ઝોનમાં વોર્ડ નં. ૧૧ માં વોટર વર્કસ શાખાએ હાથ ધરેલા સર્વેમાં કસ્‍તુરી રેસીડેન્‍સીમાં ગેરકાયદે નળ જોડાણ અને ડાઈરેક્‍ટ પમ્‍પિંગના કિસ્‍સા ધ્‍યાનમાં આવ્‍યા હતાં. જેના પરિણામે સંબંધિત આસામિઓને નોટીસ આપી નળ જોડાણ રેગ્‍યુલરાઈઝ કરાવી લેવા સૂચના આપવામાં આવી હતી. જોકે આ નોટીસ બાદ પણ આ આસામીઓએ જરૂરી કાર્યવાહી નહી કરતા ગઈકાલે નળ જોડાણ કાપી નાંખવામાં આવ્‍યા હતાં. આ તકે મ્‍યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્‍યું હતું કે, ગેરકાયદે નળ જોડાણ મેળવવાની કે ડાઈરેક્‍ટ પમ્‍પિંગ થકી પાણી ચોરી કરવા જેવી અનાધિકૃત પ્રવૃત્તિથી લોકો દૂર રહે.

કસ્‍તુરી રેસીડેન્‍સીમાં કપાત કરેલ નળ કનેકશન

દિવ્‍ય ડેવલપર્સ, મહેશભાઇ પટેલ, ભીમજીભાઇ કાનપરીયા, મુકેશભાઇ એન. ભુત, વિવેકભાઇ વાજપેય, કસ્‍તુરી રેસીડેન્‍સી પાર્ટનર, અમિષભાઇ જીતેન્‍દ્રભાઇ ચંદારાણા, મીનાબેન મહેશભાઇ ચંદારાણા, નરેશભાઇ પી. દાઉદીયા, અતુલભાઇ પી. ચનીયારા, જયકુમાર આર. શાહ, વલ્લભભાઇ રવજીભાઇ ભારડીયા, ગીરીશભાઇ રણછોડભાઇ સભાયા, રમેશભાઇ પી. સરધારા, જસ્‍મીનભાઇ આર. મહેતા, હેતલબેન પી. શાહ, શરદભાઇ આર. જાની, સાવિત્રીબેન આર. ઠાકર, કે. પી. રાવલ, દિવ્‍ય ડેવલપર્સ, જનકભાઇ વોરા, વિરેનભાઇ ધધડા, મગનભાઇ ગજજર, દેવાંગભાઇ કે. ચાવડા, શૈલેષભાઇ એલ. જોષી, વિજયભાઇ બી. પટેલ, રમેશભાઇ પુરોહિત, હિતેષભાઇ શુકલ, ગૌરવભાઇ વ્‍યાસ, રસીકભાઇ રાવલીયા, ધવલભાઇ, મનસુખભાઇ જી. પટેલ, સુરેશભાઇ ડી ધોળકીયા, ભરતભાઇ પટેલ, વિરાણી શૈલેષભાઇ બચુભાઇ, અરજણભાઇ વેકરીયા, બી. એન. ગોંડલીયા, રાજેશભાઇ ફળદુ.

કસ્‍તુરી રેસીડેન્‍સીમાં ડાયરેકટ પંમ્‍પીંગ હેઠળ કપાત કરેલ નળ કનેકશન

અનિરૂધ્‍ધભાઇ, દિપકભાઇ શાહ, કિશોરભાઇ વિરાણી, સાગરભાઇ માંકડીયા, ડો. દિવ્‍યાબેન બી. રાવલ.

આ ગેરકાયદેસર નળ કનેકશન કપાત કરવા માટે વોર્ડનાં નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.ગાવીત, આસી.એન્‍જી. જયેશ ગોહિલ, આનંદરાજ સોલંકી તથા   વિજયભાઇ ગોહિલ, ફીટર હરેશભાઇ ચાંચીયા, વોર્ડ નં.-૧રનાં ફીટર  હિમાંશુભાઇ સરવૈયા, વર્ક- આસી.  નિરવભાઇ હિરાણી વિગેરે તથા વિજીલન્‍સનાં સ્‍ટાફને સાથે રાખી કાર્યવાહી કરી હતી.

(4:57 pm IST)