Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભાડાવાળી જગ્યા ખાલી કરવાનો દાવો રદ કરતી સ્મોલ કોઝ કોર્ટ

કનક રોડ ઉપર આવેલ દોમડીયાનો ડેલો તરીકે ઓખળાતી

રાજકોટ તા. રરઃ રાજકોટમાં કનક રોડ ઉપર આવેલ પ્રખ્યાત ''દોમડીયાનો ડેલો'' તરીકે ઓળખાતી મિલ્કત માંહેની ભાડાવાળી જગ્યા ખાલી કરવાનો દાવો સ્મોલ કોઝ કોર્ટે નકારી કાઢેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના જુના પાવર હાઉસવાળા કનક રોડ ઉપર આવેલ ''દોમડીયાનો ડેલો'' તરીકે ઓળખાતી પ્રખ્યાત મિલ્કત માંહેથી મુળ ભાડુઆત ભગવાનજી મેઘજીભાઇના વારસદાર દરજજે તેમના પત્નિ ઇન્દુબેન ભગવાનજી એક રૂમ તથા કોમન સંડાસ અને ફળી ભાડેથી વાપરતાં હતાં. સદરહું મિલ્કત નોન યુઝ વિગેરે કારણોસર ખાલી કરાવવા ઇન્દુબેન ભગવાનજી સામે 'દોમડીયાનો ડેલો' તરીકે ઓળખાતી મિલ્કતના મકાન માલીક નૌતમલાલ પી. દોમડીયાના વારસદારો મિનેષભાઇ નૌતમલાલ દોમડીયા વિગેરેએ રાજકોટની સ્મોલ કોઝ કોર્ટમાં દાવો દાખલ કરેલ.

સદરહું દાવો ચાલી જતાં ભાડુઆત ઇન્દુબેન ભવાનજી તરફેની દલીલો અને રજુઆતોને ધ્યાને લઇ ચીફ સ્મોલ કોઝ કોર્ટે મકાન માલીક નૌતમલાલ પી. દોમડીયાના વારસદારો મિનેષભાઇ નૌતમલાલ દોમડીયા વિગેરેનો દાવો ફગાવી દઇ નામંજુર કરેલ છે. આ કામમાં ભાડુઆત ઇન્દુબેન ભગવાનજી તરફે એડવોકેટ શબ્બીર એફ. હીરા રોકાયેલ હતાં.

(4:23 pm IST)