Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સીટીબસમાં ગંદકી-સીટો તુટેલી જોવા મળતા કોન્ટ્રાકટર એજન્સીને ર૮૩પ૦ નો દંડઃ ૧૪ કંડકટરને કાઢી મુકાયા

સીટી બસ સુવિધામાં ડાંડાઇ સામે બંછાનિધિપાની આકરા પાણીએ : મુસાફરોને ટીકીટ નહી આપનારા કન્ડકટરો સામે શિક્ષાત્મક પગલાઃ ટીકીટ કોન્ટાકટરને પણ ર૦ હજારનો દંડ ફટકારાયો

રાજકોટ તા. રર : શહેરમાં સીટીબસ સેવામાં ડાંડાઇની અનેક ફરીયાદો મ્યુ.કમિશનર બંછાનિધી પાની સુધી પહોંચતા બસની કોન્ટ્રાકટર એજન્સીઓને હજારોનો દંડ ફટકારવા ત્થા બેદરકાર કંડકટરોને ફરજ મુકત અને બર તરફ કરવાના આદેશો કર્યા છ.ે

આ અંગે રાજકોટ રાજપથ લી.ના આસી મેનેજરે જણાવ્યું હતું કે સીટી બસ સેવા માટે હાથ ધરવામાં આવેલ ટીકીટ ચેકીંગ ઝૂબેશમાં તા.ર૧ફેબ્રુઆરી સુધીમાં ટિકીટ આપવાની કામગીરીમાં અનિયમીતતા સબબ પકડાયેલ કુલ ૧૦ કંડકટરોને બરતફર કરેલ છે તથા ૪ કંડકટરને ફરજ મોકુફ કરી કંડકટર સપ્લાય કરતી એજન્સી દિપક જી. નાકરાણીને કુલ ર૦,ર૦૦ પેનલ્ટી આપવામાં આવેલ  આ ઉપરાંત બસનું સંચાલન કરતી મારૂતી ટ્રાવેલસને કામગીરી તથા બસની જાળવણીમાં અનિયમિતતા સબબ રૂ.ર૮,૩પ૦ ની પેનલ્ટી આપવામાં આવેલ છે તથા ટીકીટ વગર મુસાફરી કરતા ૪ મુસાફરો પાસેથી પણ રૂ.૪૪૦ પેનલ્ટીની વસુલાત કરવામાં આવેલ છે. આ ખાસ ડ્રાઇવના કારણે સીટી બસમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યા તથા ટીકીટની આવકમાં વધારો થયેલ છ.ે વધુમાં સીટી બસ સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લી.ની યાદીમાં જણાવયનુસાર બસમાં ટીકીટ લેવી તે મુસાફરીની પ્રાથમીક જવાબદારી છે અને વગર ટિકીટ મુસાફરી કરતા પકડાયેથી તેની સામે દંડનિય કાર્યવાહી થઇ શકે. છે.

વધુમાં તા.ર૧ ફેબ્રુઆરીના રોજ બપોરના રૂટ નં.૬ (સંતોષીનગરથી ત્રંબા ગામ)ના બસ ડ્રાયવર દ્વારા બસના મુસાફર સાથે ગેર-વર્તન કર્યા હોવાની ફરીયાદ થતા બાબતની ગંભીરતાને ધ્યાને લઇ કસુરવાર ડ્રાયવરને તાત્કાલીક અસરથી બરતફર કરી ટેન્ડરની જોગવાઇ મુજબ દંડનિય કાર્યવાહી કરવામાં આવેલ છેતથા બસ સંચાલન કરતી એજન્સીને રૂબરૂ બોલાવી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે બાબતે તકેદારી રાખવા લેખીત નોટીસ આપવામા આવેલ છે તેમ તંત્રની સતાવાર યાદીમાં  જણાવાયું છે.

(4:11 pm IST)