Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બાલભવનમાં ભાતીગળ કલા નીખરી

 યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને બાલભવન તથા 'શ્રીરંજની આર્ટસ' સંયુકત ઉપક્રમે 'મંચ સંગમ' કાર્યક્રમનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય લોક સંસ્કૃતિની લુપ્ત થતી વિવિધ કલાઓ જેવી કે કઠપૂતળી, કાઠિયાવાડી મિશ્ર, મદારી (જાદુગર) આદિવાસી નૃત્ય, ભવાઇ અને તલવાર રાસ જેવી અનેકવિધ કૃતિઓએ બાલભવનના મનુભાઇ વોરા સભાગૃહમાં ઉપસ્થિત બાળકોથી લઇને વડિલોને રસ તબરોળ કર્યા હતા. બાલભવનના માનદ્દ મંત્રી મનસુખભાઇ જોષી તેમજ જીલ્લા રમત-ગમત અધિકારી વી. પી. જાડેજાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહન બળ પુરૃં પાડયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન 'શ્રીરંજની આર્ટસ૩ના નીપા દવેએ કર્યું હતું.

(4:05 pm IST)