Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પ્રિન્સેસ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ

પ્રિન્સેસ સ્કૂલ દ્વારા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાના અધક્ષસ્થાને હેમુગઢવી ઓડિટોરીયમ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરીથી લઇ ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રીતે પોતાની કલા પ્રદર્શિત કરી ઉપસ્થિત સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્રી વજુભાઇ વાળાએ પ્રિન્સેસ સ્કુલ અને તેના મોભી ઇન્દુભાઇ ભટ્ટ અને પ્રિન્સિપાલ રવિભાઇ ભટ્ટની કાર્યશૈલીને પ્રસંશનીય ગણાવી શુભેચ્છા પાઠવી હતી. બાળકોએ ગણેશ સ્તુતીથી લઇ શાસ્ત્રીય નૃત્યુ, ફોક ડાન્સ, સાલસા ડાન્સ, રીબીન ડાન્સ, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો, સ્કેટિંગ પર વંદેમાતરમ જેવી દેશ ભકિતની રજુઆત ઉપરાંત હિન્દી ગીતો અને ગુજરાતની લોક સંસ્કૃતિને પીરસતા ગીતો પર ખુબજ અદભૂત રીતે નૃત્ય અને ગીતોને અનુરૂપ પહેરવેશ સાથે પોતાની કલા રજુ કરી ઉપસ્થિત સહુને મંત્ર મુગ્ધ કરી દિધા હતા. કાર્યક્રમનું સંચાલન પણ બાળકોએજ કર્યુ હતું. આ કાર્યક્રમમાં મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, ડે.મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

(4:05 pm IST)