Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIVવાળુ બ્લડ ચડાવી દેવાયું

રાજકોટમાં જુનાગઢ જેવો કિસ્સોઃ ૧૪ વર્ષના બાળકની જીંદગી સાથે ચેડા થયાનું બહાર આવતા ખળભળાટ : બ્લડ બેંકવાળાએ બ્લડ ચેક કર્યા વગર ચડાવી દીધાનો પિતાનો આક્ષેપઃ પીડીત પરિવાર સાથે શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને રજુઆતઃ જવાબદારો સામે કડક પગલા લેવા માંગણી

આંબેડકરનગર (એસ.ટી. વર્કશોપ પાસે)ના ૧૪ વર્ષના થેલેસેમિયાગ્રસ્ત ઉમેશને સિવીલ હોસ્પીટલ (કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલ)માં વર્ષોથી લોહી ચડાવવામાં આવે છે ત્યારે બાળકને તાજેતરમાં ચેપગ્રસ્ત લોહી ચડાવી દેવાયાના આક્ષેપો સાથે આ બાળકના પિતા કિશોરભાઈ માધવભાઈ રાખશિયાએ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને આ કિસ્સામાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે ફોજદારી પગલા લેવડાવવા માંગ ઉઠાવી છે. તસ્વીરમાં કલેકટર કચેરીએ રજૂઆત માટે પહોંચેલા થેલેસેમિયાગ્રસ્ત બાળક અને તેના પિતા તથા તેમને સહકાર આપનારા કોંગ્રેસના આગેવાન ડો. હેમાંગ વસાવડા તથા અન્ય સમાજસેવીઓ નજરે પડે છે (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ તા. રર :.. શહેરનાં આંબેડકર નગર (એસ. ટી. વર્કશોપ પાસે) વિસ્તારનાં ૧૪ વર્ષનાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકને સીવીલ હોસ્પીટલની બ્લડ બેંકમાં એચ. આઇ. વી. ચેપવાળુ લોહી ચડાવી દેવાયાનાં આક્ષેપો સાથે કોંગ્રેસનાં આગેવાન ડો.  હેમાંગ વસાવડા ત્થા બાળકનાં પિતાએ આજે કલેકટરને અરજી કરીને આ પ્રકરણમાં જવાબદારો સામે  ફોજદારી પગલા લેવડાવવા માંગ ઉઠાવી છે.

આ અંગે આંબેડકરનગર (એસ. ટી. વર્કશોપ પાછળ)માં રહેતાં કિશોરભાઇ માધવજીભાઇ રાખશીયાએ કલેકટરશ્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, તેઓનાં ૧૪ વર્ષનાં પુત્ર ઉમેશ ૧ વર્ષનો હતો ત્યારથી થેલેસેમિયા ગ્રસ્ત છે. અને ત્યારથી તેને સીવીલ હોસ્પીટલ (કે. ટી. ચિલ્ડ્રન) માં બ્લડ ચડાવવામાં આવે છે.

આજદીન સુધી સીવીલ હોસ્પીટલ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં જ બ્લડ ચડાવેલ છે જેથી અમોને ખાત્રી થઇ કે આ કામના આરોપીઓની ઘોર બદરકારીને કારણે જ આવુ બનેલ છે.સીવીલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા બેદરકારી દાખવીને આ એચ.આઇ.વી.વાળુ બ્લડ કોઇ પરીક્ષણ વીના અમોના પૂત્રને ચડાવવામાં આવેલ છે તેમજ સારવાર આપનાર ડોકટરે પણ બેદરકારી દાખવીને અમોને પૂત્રને આ બ્લડ ચડાવી દીધેલછે હાલમાં અમોના પૂત્રને એક તો થેલેસેમીયા હોય અને આ કામના આરોપીઓની બેદરકારીને કારણે તેઓ એચ.આઇ.વી.પોઝીટીવનો ભોગ બનેલ છે અને તેને આવી ગંભીર બીમારી આ કામના આરોપીઓન બેદરકારીને કારણે જ લાગુ પડેલ છે જેથી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હાલની આ ફરીયાદ આપવાની ફરજ પડેલ છે.

આ કામના આરોપીઓએ ઘોરબેદરકારી દાખવી બ્લડનું કોઇ પરીક્ષણ કર્યા વગર અમોના પત્રને એચ.આઇ.વી.વાળુ બ્લડ ચડાવી દીધેલ હોય જેથી તેઓ એચ.આઇ.વી. પોઝીટીવ એટલે કે એઇડસની ગંભીર બીમારી લાગુ પડી ગયેલ હોય જેથી આ કામના દર્શાવેલ તથા તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવા રજુઆતના અંતે જણાવેલ છે. ઉમેશને જયારે જયારે બ્લડ ચડાવવામાં આવતુ ત્યારે ત્યારે તેઓના બ્લડ સેમ્પલ લેતા હતા તે અંગેના અમુક રીપોર્ટ કરતા હતાં. તેમજ દર ૬ મહિને એચ. આઇ. વી. ટેસ્ટ કરતા હતાં. તેમજ જયારે બ્લડ ચડાવવામાં આવતુ ત્યારે ફાઇલમાં તારીખ નાખવામાં આવતી અને યુનિટ નંબર લખવામાં આવતા તેમજ ડોકટર દ્વારા સહી કરવામાં આવતી.

દરમિયાન તા. ૪-૧-ર૦ર૧ ના રોજ અમોના પુત્રને લઇને સીવીલ હોસ્પીટલ બ્લડ ચડાવવા ગયેલ હતા ત્યારે નિયમ મુજબ તેઓ દ્વારા એચ. આઇ. વી. ટેસ્ટ કરવામાં આવેલ ત્યારે અમોના પુત્રનો રીપોર્ટ એચ. આઇ. વી. રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો. જેથી અમોને ખુબ જ આઘાત લાગેલ હતો. જેથી આ અંગે ડોકટરશ્રીને પુછતા તેઓએ જણાવેલ કે એચ. આઇ. વી. વાળુ બ્લડ આવી ગયેલ હોવાથી આવુ બની શકે. અમોએ અમોના પુત્રને એક વર્ષથી આજદીન આ પ્રકરણમાં બ્લડ બેંકનાં તમામ જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા આવેદન પત્રમાં જણાવાયું છે.

(3:37 pm IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST