Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

આઇ.ઓ.સી.ના અધિકારીઓ મહેસુલ મંત્રીની મુલાકાતે

 ઇન્ડીયન ઓયલ કોર્પો. લી. પાઇપલાઇન વિભાગના અધિકારીઓ સંજીવકુમાર કનોજીયાની આગેવાની હેઠળ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મહેસુલ મંત્રી કૌશિક પટેલની શુભેચ્છા મુલાકાત લેવાઇ હતી. આગામી પ્રોજેકટની સરકારી જમીન ફાળવણી અંગે ચર્ચા કરેલ તેમ આઇ.ઓ.સી.ના ગુજરાત રાજયના સક્ષમ અધિકારી પીયુષભાઇ બી. મહેતાએ જણાવેલ.

(2:48 pm IST)
  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST