Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

માસ્ક ન પહેરી, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી, કર્ફયુ ભંગ કરવાનો ગુનામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત ૭ની ધરપકડ

આઇપીસી ૧૮૮, ૨૬૯ મુજબના ગુનામાં રાત પોલીસ સ્ટેશનમાં વીતાવીઃ બપોરે કોર્ટમાં રજૂ કરવા તજવીજ

રાજકોટ તા. ૨૨: રાજકોટમાં યોજાનારા ખેડૂત સંમેલનને મંજુરી ન મળતાં ગઇકાલે જીલ્લા પંચાયત ચોક અકિલા સર્કલ ખાતે કોંગી આગેવાનો તથા કિસાન સંઘર્ષ સમિતીના આગેવાનો પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરીની આગેવાનીમાં ધરણા યોજાયા હતાં. જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી અને હેડકવાર્ટર ખાતે લઇ જવાયા હતાં. રાતે મુકત કરવામાં આવ્યા બાદ ફરીથી આ તમામ અકિલા સર્કલ ખાતે ધરણા પર બેસી જતાં પોલીસે કર્ફયુ ભંગ, માસ્ક ન પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા સબબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. તમામે રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી હતી. આજે બપોરે કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવશે.

આ બારામાં એ-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ જે. એમ. ભટ્ટે ફરિયાદી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતીના આગેવાનો ઇન્દ્રનીલભાઇ સંજયભાઇ રાજ્યગુરૂ (ઉ.વ.૫૪-રહે. નિલસિટી કલબ યુનિવર્સિટી રોડ રાજકોટ), વશરામભાઇ આલાભાઇ સાગઠીયા (ઉ.વ.૫૫-રહે. નવા થોરાળા-૧), ડાયાભાઇ નાનજીભાઇ ગજેરા (ઉ.વ.૬૪-રહે. જીરાયા પ્લોટ ઉપલેટા), ભાવેશભાઇ વશરામભાઇ લુણાગરીયા (ઉ.વ.૪૮-રહે. હાથીખાના-૭), ભુપતસિંહ રાહુભા ઝાલા (ઉ.વ.૭૨-રહે. શકિત કૃપા, કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ સામે), ચાંદનીબેન પિયુષભાઇ લીંબાસીયા (ઉ.વ.૨૬-રહે. નારાયણનગર-૧, પેડક રોડ) તથા હરિશ્ચંદ્રસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૩૩-રહે. ખેજડીયા તા. ધ્રોલ) સામે આઇપીસી ૧૮૮, ૨૬૯ મુજબ કોવિડ-૧૯ અંતર્ગત જાહેર થયેલા કર્ફયુના નિયમનો ભંગ પહેરી તેમજ મોઢા પર માસ્ક નહિ પહેરી સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવી ધરણા કરવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પીએસઆઇ જે. એમ. ભટ્ટે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પોલીસ સ્ટેશને ફરજ પર હતો ત્યારે પીસીઆર-૨ના ઇન્ચાર્જ કોન્સ. સાગરદાનભાઇ દાંતીએ ફોનથી જાણ કરી હતી કે રાતે ૧૦:૪૦ કલાકે કન્ટ્રોલ રૂમ પરથી મેસેજ મળ્યો છે કે જીલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા છે. આથી હું તથા હેડકોન્સ. ડી. જે. જાડેજા, કોન્સ. નરેશભાઇ ઝાલા સહિતના પહોંચ્યા હતાં. ત્યાં ૭ લોકો ધરણા પર બેઠેલા જોવા મળ્યા હોઇ પીઆઇ સી. જી. જોષીને ફોનથી જાણ કરી હતી.

આ લોકોએ કોરના મહામારી ચાલુ હોઇ તે અંતર્ગત કર્ફયુનો ભંગ કરી, જાહેરનામાનું પાલન ન કરી તેમજ માસ્ક ન પહેર્યા હોઇ અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હોઇ તમામા સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:58 pm IST)
  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST