Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઉત્સવ ગ્રુપ દ્વારા આજે-કાલે રકતદાન કેમ્પ ૫૦૦ થી વધુ રકતની બોટલ એકત્ર થશે

રાજકોટ,તા.૨૨ : પ્રજાસતાક પર્વ નિમીતે ઉત્સવ ગૃપ- રાજકોટ તથા લાઇફ બ્લડ બેંક દ્વારા તા.૨૨ તથા તા. ૨૩ના રોજ રાજકોટ વોલન્ટીયર બ્લડ બેંક (લાઇફ બ્લડ બેંક), રેસકોર્ષ રીંગ રોડ, ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આયોજનમાં ઉત્સવ ગૃપના માહીરભાઇ પટેલ, હેમલભાઇ પટેલ, જયભાઇ પટેલ, કશ્યપભાઇ પટેલ, પિયુષભાઇ પટેલ, ચિરાગભાઇ પટેલ, ચિરાગભાઇ પોપટાણી, શૈલેષભાઇ કીયાડા, હસમુખભાઇ કીયાડા, જતીનભાઇ શીંગાળા, કૃણાલભાઇ સખીયા વિ. જહેમત ઉઠાવી રહયા છે.

બે દિવસમાં ૫૦૦ થી વધુ રકતની બોટલ એકત્ર થવાનો અંદાજ હોવાનું યુવા કાર્યકરોની ટીમે જણાવેલ. વધુ માહિતી માટે મો. ૯૦૩૩૦ ૨૮૬૦૬ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:25 pm IST)