Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ફલાવર શોમાં બાળકો સહીતના મુલાકાતીઓ માટે રૂ.ર૦ની પ્રવેશ ફી અન્યાયીઃ કોંગ્રેસ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રજાસતાક પર્વ નિમિતે રેસકોર્ષમાં યોજાનાર ફલાવર શો માં બાળકો સહીતના મુલાકાતીઓ માટે રૂ. ર૦ની પ્રવેશ ફી રાખવાની જાહેરાત શાસકોએ કરી છે ત્યારે આ બાબત અન્યાયી હોવાનું જણાવી આ પ્રવેશ ફી સામે વિપક્ષ કોંગ્રેસના અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાએ વિરોધ દર્શાવી મેયર બીનાબેન આચાર્યને આ અંગે રજુઆત કરી હતી.

(4:19 pm IST)