Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અંગ્રેજી ભવનમાં બીજા દિવસે પણ શિક્ષણનો બહિષ્કાર : હડતાલીયા શાનમાં ન સમજે તો આકરા પગલાનો કુલપતિ પેથાણીનો ખોખારો

કુલપતિએ અધ્યાપક અને વિદ્યાર્થીઓને સમજાવ્યા : કાર્યકારી અધ્યક્ષ નિલામ્બરી દવેએ બેઠક યોજી

રાજકોટ, તા.૨૨ : પોતાના માનીતા  વિદ્યાર્થીઓને પીએચડી અને એમફીલમાં પ્રવેશ આપવાના મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર જૂથ વચ્ચે ચાલતી લડાઈમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ હડતાલ પાડી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ હવે અધ્યાપકોની જો હુકમી સામે આક્રમક વલણ અપનાવ્યુ છે. હડતાલીયા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સામે જો હડતાલ પરત ન ખેંચે તો આકરા પગલા લેવાનો સૂર વ્યકત કર્યો છે.

આજે કુલપતિ ડો.નીતિન પેથાણીએ અંગ્રેજી ભવનના બંને જૂથના અધ્યાપકોને બોલાવી હડતાલ પૂરી કરી શિક્ષણકાર્ય શરૂ કરવા સમજાવ્યા હતા.

કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ કુલપતિ નિલામ્બરીબેન દવેએ પણ આજે અંગ્રેજી ભવનમાં અધ્યાપકોની બેઠક યોજી હતી અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો.

અંગ્રેજી ભવનમાં હડતાલ મુદ્દે શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ કમલ મહેતા સહિતના હોદ્દેદારો પણ હવે લડી લેવાના મૂડમાં હોવાનું જણાય છે ત્યારે વિદ્યાર્થીઓને આગળ ધરી હડતાલનું શસ્ત્ર કેટલા દિવસ ચાલે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

(4:18 pm IST)