Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

આંબેડકરનગરમાં 'હિટ એન્ડ રન' માં દોઢ વર્ષની સોનમનું મોત : પરિવારમાં આક્રંદ

રાજકોટ તા ૨૨  : ગોકુલધામ મેઇન રોડ પર આંબેડકરનગરમાં બનેલી 'હિટ એન્ડ રન ની ઘટનામાં દોઢ વર્ષની બાળકીના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મળતી વિગત મુજબ ગોકુલધામ મેઇન રોડ પર આંબેડકરનગર શેરી નં.૧૪માં રહેતા અને મજુરી કામ કરતા મુળ યુ.પી.ના મુન્નાભાઇ ગોૈતમની દોઢ વર્ષની પુત્રી સોનમ ગઇકાલે પોતાના ઘર પાસે રમતી હતી, ત્યારે પુરઝડપે ઘસી આવેલી અજાણી કારના ચાલકે બાળકીને હડફેટે લઇ ભાગી ગયો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા થયેલી હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, ત્યાં તેનું મોત નિપજયું હતું જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ જે.એ.ખાચર તથા રાઇટર અનસુમનભાઇ ગઢવીએ હોસ્પીટલે પહોંચી તપાસ હાથ ધરી હતી.

(4:07 pm IST)