Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદ રદ કરવા ગુજ.હાઇકોર્ટનો હુકમ

રાજકોટ, તા. રર : અહીંના થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદ સામે આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરી રદ કરવાની દાદ માંગતા નામદાર ગુજરાત હાઇકોર્ટ ફરીયાદ રદ કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત મુજબ રાજકોટના રહીશ રોશનબેન યુનુસભાઇ ઇબ્રાહીમ અમરેલીયાએ અહીંના થોરાળા પોલીસ સ્ટેશનમાં તહોમતદાર લાલો તેના માતા સહિત અજાણ્યા શખ્સો સામે તા. ૮ જાન્યુઆરીના રોજ આઇપીસી કલમ ૩પ૪-એ, ૩૩૭,૩૩ર, પ૦૪, ૪૩૭, ૧૪૩, ૧૪૭ તથા જીપીએકટ ૧૩પ મુજબની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવેલ કે ફરીયાદીના દિકરાની વહુ સીરીનબેન બહાર કપડા લેવા જતાં તહોમતદાર લાલો મોબાઇલ ફોનમાં ગાળો બોલી વાતો કરવા તેને તેમ કરવાની ના પાડતા ઉશ્કેરાઇ જતાં સીરીનબેન સામે બોલાચાલી કરી બીભત્સ ઇશારા કરી ફરીયાદીને ધક્કો મારી ચાલ્યા ગયેલ બાદ ફરીથી ફરીયાદીના ઘર પર પથ્થરમારી તેમની ગાડીને નુકશાન કરેલ અને ફરીયાદીને છરી જેવા તીક્ષ્ણ હથીયાર વડે ઇજા કરી હતી.

આ ફરીયાદ સામે આરોપીઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી સમાધાન થયેલ હોવાનું જણાવતા ગુજરાત હાઇકોર્ટે ફરીયાદ રદ કરવા હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી ઇમરાન એમ. હિંગોરજા રોકાયા હતાં.

(4:07 pm IST)