Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગાંધી અને ટાગોર : રાત્રે સાચી મિત્રતાની ઓળખ કરાવતું નાટક

રાજકોટ તા ૨૨  :  કલેકટર કચેરી રાજકોટ, રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન અને રોટરી કલબ ઓફ રાજકોટના સંયુકત ઉપક્રમે આજે તા. ૨૨ના બુધવારે રાત્રે ૯.૩૦ થી ૧૧.૩૦ સુધી પ્રમુખ સ્વામી ઓડિટેરિયમ, રૈયા રોડ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે

મહાત્મા ગાંધી અને ગુરૂદેવ રવિદ્રનાથ ટાગોરની અતુટ મિત્રતાની વાતો રજુ થશે. આજના વર્ચ્યુલ વર્લ્ડમાં મિત્રતા શરૂ કરતા કે ખતમ કરતા કોઇને વાર નથી લાગતી, ત્યારે સાચી મિત્રતા કોને કહેવાય એ સમજાવવા માટે અમદાવાદથી ખાસશ્રીમતી લતાબેન શાહ અને એમની આખી ટીમ ગાંધી અને ટાગોર વચ્ચે જે ગોૈદિયક તકરાર અને કમ્પેનીયનશિપ હતી તે એકબીજા સાથે જે રીતે પત્રો મોકલી વાતો કરતા અને એકબીજા સાથે જે રીતે સલાહ સુચન કરતા તે વાત દ્રશ્ય શ્રાવણ્યરૂપે રજુ કરાશે. લતાબેન અને એમની આખી ટીમ નાટક દ્વારા પહોંચાડયો છે.

આ નાટક શો વિનામૂલ્યે છે. વ્યવસ્થા માટે ટીકીટ મેળવવા મલ્ટિ મુલ્યાંકન આઇ.એન.સી. ૨૦૧ માનવ આર્કેડ, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ પાસે, સોૈરાષ્ટ્ર ગ્રામીણ બેંક નજીક સંપર્ક કરવા જણાવાયું છે. નાટક આજે તા.૨૨ ના રાત્રે ૯.૩૦ થી ૧૧.૩૦ યોજાશે, વધુ માહીતી માટે મો. ૯૮૨૪૨ ૬૮૪૨૭ ઉપર સંપર્ક કરી શકાશે.

(4:01 pm IST)