Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

યશ મેડીકલ પરિવારના ૭૧ વર્ષના વડીલ મંજુબહેન જાવીયાએ રાજકોટ નાથદ્વારાની પદયાત્રા પૂર્ણ કરીઃ યુવાનો માટે પ્રેરણારૂપ

વલ્લભ પદયાત્રાસંઘ આયોજીત પદયાત્રા :દરરોજ રાત્રે બે વાગ્યે નિયત સમયે પદયાત્રાના પ્રારંભ બાદ રોજ ૩૦ થી૪૦ કિ.મી.ની પદયાત્રા પુર્ણ કરી ૧૬મા દિવસે શ્રીનાથજીના જયનાદ સાથે પદયાત્રા શ્રીનાથજી પહોંચી.શ્રીનાથજી મંદિર સમિતિ દ્વારા પદયાત્રીઓનું વાજતે ગાજતે સ્વાગત સામૈયા કરી મંદિર પ્રવેશ કરાવ્યો ત્યારે શ્રીનાથજી બાવાની જય, ગીરીરાજ ધરણ કી જય સાથે વાતાવરણ ભકિતમય બન્યું હતું

શ્રી વલ્લભ પદયાત્રા સંઘ દ્વારા રાજકોટથી શ્રીનાથજી પદયાત્રાનો પ્રારંભ પંચનાથ નજીક શ્રીનાથબાવાની હવેલી ખાતેથી થયેલતે પ્રસંગની તસ્વીરમાં જોડાયેલ પદયાત્રીકો  નજરે પડે છે.

રાજકોટ તા. રર : શ્રી વલ્લભ પદયાત્રા સંઘ દ્વારા આયોજીત રાજકોટથી શ્રીનાથજી સુધીની  ૬૦૦ કી.મી.ની પદયાત્રાનું ૧૩માં વર્ષે પણ આયોજન કરવામાં આવેલ.

તા.૬ જાન્યુઆરીના રોજ પંચનાથ મંદિર પાસે આવેલી ભાગવત બાવાની હવેલી ખાતેથી શ્રીનાથ બાવાશ્રીના અર્શિવાદ સાથે કેશરી ઉપેણી ઓઢી શ્રીનાથજીના જયનાદ સાથે પ્રારંભ થયેલ પદયાત્રા ગઇકાલે શ્રીનાથજી ખાતે પહોંચતા મંદિર સમિતિ દ્વારા પદયાત્રીકોનું સન્માન સત્કાર કરવામાં આવેલ.

રાજકોટથી પ્રારંભ થયેલ પદયાત્રાનો પહેલો મુકામ કુવાડવા રાખેલ. ત્યાં પદયાત્રીકોના પરિવારજનોએ તેમની મુલાકાત લઇ તેમને ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખી હતી.

કુવાડવા મુકામ બાદ પદયાત્રા આગળ વધી હતી. દરરોજ ૩૦ થી ૪૦ કી.મી. પદયાત્રીઓ ચાલતા હતા. નકકી થયા સમય મુજબના સ્થળે રોકાણ કરી બીજા દિવસે રાત્રીના ર કલાકે ફરીથી પદયાત્રાનો પ્રારંભ થતો હતો.

પદયાત્રીકોના કાયમી રૂટના રોકાણની અગાઉથી સગા સંબંધીઓને માહિતી આપેલ હોય જેથી યાત્રા રૂટ ઉપર પદયાત્રીઓને મળીને જરૂરી સાધન સામગ્રી પુરી પાડી જતા હોય છે.

દરરોજ સાંજે અને રાત્રે નકકી કરેલ સ્થળે વિરામ બાદ બીજા દિવસની પદયાત્રા ચાલુ થતી હતી. દરરોજના નિત્યક્રમ મુજબ ૩૦ થી ૪૦ કિલોમીટર ચાલીને તમામ પદયાત્રીકોએ પદયાત્રા સફળતા પૂર્વક પુરી કરી હતી.

પદયાત્રા દરમિયાન તમામ સામાન સાથેનું એક વાહન પદયાત્રીકોના સંઘ સાથે રહેલ જેથી યાત્રીકોને રસ્તામાં કોઇ મુશ્કેલ ન પડે.

શ્રી વલ્લભ પદયાત્રા સંઘના આયોજક કિશોરભાઇ બુદ્ધદેવે જણાવેલ કે અમો છેલ્લા ૧ર વર્ષથી રાજકોટથી શ્રીનાથજી પદયાત્રાનું આયોજન કરીએ છીએ. શ્રીનાથજી બાવાની કૃપાથી કદી કોઇ પદયાત્રીને મોટી તકલીફ થયેલ નથી. અને તમામ વર્ષે બધા પદયાત્રીકાએ ે હેમખેમ પદયાત્રા પુર્ણ કરેલ  છે.

દર વર્ષે તેમનીસાથે ગીરીશભાઇ કુંકણા (મો.૮૧પ૪૦-૩૩૮પપ) પદયાત્રામાં જોડાતા હતા. પરંતુ પદયાત્રાના બે દિવસ પહેલા તેમને અકસ્માત નડતા તેઓ આવી શકેલ નહિ. તમામ પદયાત્રીઓએ તેમના સ્વાસ્થ્ય. માટે શ્રીનાથજી બાવાને પ્રાર્થના કરી હતી.

કિશોરભાઇ બુદ્ધદેવે જણાવેલ કે અમારા સ્નેહી યશ મેડીકલ સ્ટોર (મોટી ટાંકી ચોક) વાળા પિયુષભાઇ તથા સમીરભાઇના માતુશ્રી મંજુબેન જાવીયા સતત ૮મી વાર તેમની ૭૧ વર્ષની ઉમરે પદયાત્રામાં જોડાયા હતા. તેઓની ચાલવાની ઝડપ અને જોમ જોઇને અન્ય પદયાત્રીઓને પણ પ્રેરણા મળે છે. પદયાત્રામાં સામેલ અન્ય બહેનોની સાર સંભાળની જવાબદારી પણ મંજુબહેને સ્વીકારી હતી.

મંજુબહેને પોતાના નિરોગી શરીર માટે ચાલવાને મહત્વ આપતા હોવાનું જણાવેલ અને ચાલવાથી બી.પી., ડાયબીટીસ જેવા રોગ દુર રહેતા હોવાનું પણ જણાવેલ.

મંજુબેને વધુમાં જણાવેલ કે દરેક સત્સંગ તથા યાત્રામાં જવા માટે મારી બન્નેે પુત્ર વધુઓ ક્રિષ્ના તથા જાગૃતિ અને પૌત્ર શ્યામ અને શ્રેય પણ પુરતો સાથ સહકાર આપે છે.

યશ મેડીકલ વાળા પિયુષભાઇ જાવીયાએ તેમના માતુશ્રીએ સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કર્યા બદલ ખુશી વ્યકત કરી શ્રીનાથજી  બાવાની કૃપા હોવાનું જણાવેલ.

પિયુષભાઇએ વધુમાં જણાવેલ કે સખત મહેનત કરવાની અમારા માતા પિતાશ્રીના ગુણોને અમે જીવનમાં ઉતારીને ચરીતાર્થ કરેલ છે. અને એટલે  જ રાજકોટમાં છેલ્લા રપ વર્ષથી યશ મેડીકલ સ્ટોર્સ અને રાધે ફાર્મસી નાનામવા સર્કલ પાસે છેલ્લા પાંચ વર્ષથી કોઇપણ તહેવાર પ્રસંગે બંધ રાખ્યા વગર અમારા ઉદ્દેશ ''ઓલ્વેઝ યસ, નેવર નો''ના સુત્રને નજર સમક્ષ રાખી ચલાવી રહ્યા છીએ.

પદયાત્રાના આયોજક કિશોરભાઇ બુદ્ધદેવ (મો.૯૮રપ૦-૭પર૧૯) તથા મંજુબેન જાવીયા (મો.૯૯૦૯ર ૦૦૩૪૭) પર સ્નેહીજનો-વૈષ્ણવો યાત્રાની સફળતા બદલ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

નિયમીત ચાલવાથી શરીર નિરોગી રહે છેઃ પદયાત્રી મંજુબહેન જાવીયા

રાજકોટ તા.રર : અહિના વલ્લભ પદયાત્રા સંઘ દ્વારા સતત ૧૩ વર્ષથી રાજકોટથી શ્રીનાથજી પદયાત્રાનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવે છે. જેમાં અનેક વૈષ્ણવજનો હર્ષભેર જોડાઇને સફળતાપૂર્વક પદયાત્રા પુર્ણ કરે છે.

આ વર્ષે પણ પદયાત્રામાં સતત આઠમી વાર યશ મેડીકલ સ્ટોર પરિવારના સમીરભાઇ તથા પીયુષભાઇના માતુશ્રી અને  ગીરધરભાઇ જાવીયાના  ધર્મપત્નિ મંજુબહેને જોડાઇને સફળતા પૂર્વક પદયાત્રા પુર્ણ કરતા સૌએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

મંજુબહેને પદયાત્રા પુર્ણ કર્યા બાદ પ્રતિભાવમાં જણાવેલ કે નિયમીત ચાલવાથી શરીર નિરોગી રહે છે. અને ડાયાબીટીસ-બીપી જેવી બિમારીથી બચી શકાય છે. નિયમીત ચાલવાથી આખો દિવસ સ્ફુર્તિમય રહેવા ઉપરાંત દરરોજ સમયસર નિંદર પણ આવી જતી હોય છે.

(3:58 pm IST)