Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

લવની લવસ્ટોરી : નવતર પ્રયોગ - નવી સ્ટોરી

પ્રતિક ગાંધી, શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદી, દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં : અમદાવાદ - ઈડરમાં શૂટીંગ : ૩૧મીએ ગુજરાત - મુંબઈમાં થશે રિલીઝ

રાજકોટ, તા. ૨૨ : વધુ એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને ફિલ્મનું નામ છે 'લવની લવસ્ટોરી.' ફિલ્મમાં ચાર મુખ્ય કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. નવતર પ્રયોગ અને નવીનતમ સ્ટોરીવાળી આ ફિલ્મ પારિવારીક હોવાનું કલાકારોએ જણાવેલ.

ફિલ્મના કલાકારો પ્રતિક ગાંધી, શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદી અને દીક્ષા જોષીએ જણાવેલ કે આ એક નોખી - અનોખી ફિલ્મ છે. પ્રતિક શેફનું કેરેકટર ભજવી રહ્યા છે. પ્રેમની એક સાચી ડેફીનેશન આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે.

એક પ્રશ્નના જવાબમાં કલાકારોએ જણાવેલ કે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મોનો યુગ છે. દર્શકોને ગમે તેવી ફિલ્મો બની રહી છે. ફિલ્મનું શૂટીંગ અમદાવાદ અને ઈડરમાં થયુ છે. આ ફિલ્મ ૩૧મીએ ગુજરાત અને મુંબઈમાં રીલીઝ થવાની છે. ફિલ્મના ડાયરેકટર દુર્ગેશ તન્ના અને પ્રોડ્યુસર મનીષ અદાણી, કરીમ મીનસુરીયા છે. ફિલ્મમાં આદિત્ય ગઢવી, સિદ્ધાર્થ ભાવસાર, કિર્તી સાગઠીયા અને યશીતા શર્માએ ગીતો ગાયા છે.

તસ્વીરમાં ગુજરાતી ફિલ્મ 'લવની લવસ્ટોરી'ના કલાકારો પ્રતિક ગાંધી, શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદી અને દીક્ષા જોષી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:56 pm IST)