Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વોર્ડનં.૧૧ની સોસાયટીઓમાં પાણીના ધાંધીયાઃ સેંકડો વિસ્તારવાસીઓનું ટોળુ વેસ્ટ ઝોન કચેરીમાં દોડી જતા તંગદીલી

રાજકોટઃ શહેરના મવડી વિસ્તારમાં આવેલ વોર્ડન.૧૧ની મધુવન,એન્જલ, મવડી ગુરૃકુળ વગેરે સહિતની સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસથી પુરતુ પાણી મળતુ નથી. લોકોમાં ભારે મુશકેલીમાં મુકાયા છે. ત્યારે આજે બપોરે ૩ વાગ્યે સેંકડો વિસ્તારવાસીઓના ટોળાએ બીગ બજાર પાછળ આવેલ મહાનગર પાલીકાની વેસ્ટ ઝોન કચેરીમાં ધસી જઇ અને અધિકારીઓને ઘેરાવ કરી ઉગ્ર રજુઆતો  કરી હતી. તે વખતની તસ્વીર (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:55 pm IST)