Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ફેબ્રુઆરીમાં રાજકોટના આંગણે આંતર રાષ્ટ્રીય વેપાર મેળો

રાજકોટ તા. ૨૨ : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરીના રાજકોટના આંગણે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહામંડળના આગેવાનોએ જણાવેલ કે આ વર્ષે ૩૦ થી વધુ સંસ્થા સંગઠનો સહયોગમાં આવેલ છે. હાલના સુસ્ત સ્થાનિક બજારના માહોલમાં ઓછા ખર્ચે વિદેશ વેપાર ગોઠવવાની તક આ વેપર મેળા થકી સૌને મળશે. ૧૫૦ થી વધુ વિદેશી મુલાકાતિ આવનાર છે. જેનો લાભ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને મળશે.

સ્ટોલ રેઇટમાં ૫૦% થી ૮૦% એમ.એસ.એમ.ઇ. સ્કીમ હેઠળ સબસીડી લાભ અપાશે. સ્ટોલ બુકીંગ અને વધુ માહીતી માટે જીજ્ઞેશભાઇ સોઢા વોટસઅપ નં. ૮૧૨૮૪ ૧૧૪૫૬ ઉપર સંપર્ક કરવા અથવા મંડળની વેબસાઇટની વિજીટ કરવા જણાવાયુ છે.

સમગ્ર આંતરરાષ્ટ્રી વેપાર મેળાને સફળ બનાવવા મહેશ નગદીયા, જીવણલાલ પટેલ, ગૌતમભાઇ ધમસાણીયા, મૌતિકભાઇ ત્રિવેદી, ધીમંત મહેતા, દિનેશભાઇ વસાણી, મશેભાઇ મહેતા, કેતનભાઇ વેકરીયા, મયુર ખોખર, રોનકભાઇ વખારીયા, દિનેશભાઇ તોગડીયા, શરદ વિઠ્ઠલાણી, હાર્દીકભાઇ પોપટ, મનીષભાઇ નાકરાણી, પ્રશાંતભાઇ ગોહેલ, રમેશભાઇ (મોરબી), વિરલ રૂપાણી, રીતેશભાઇ તન્ના, વિશાલ ગોહેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:53 pm IST)