Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વિજયભાઇ-નિતીનભાઇ ર૫૫ કરોડના વિવિધ પ્રોજેકટો પ્રજાના ચરણે ધરશે

પ્રજાસત્તાક પર્વ અંતર્ગત તા. ર૪ અને રપમીએ વિવિધ ખાતમુહુર્ત અને લોકાર્પણ : પ્રદ્યુમન પાર્કમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ન્યારી ડેમ ગાર્ડન તથા વોર્ડ નં. પ માં જીમ, નાનામવા રોડ પર સ્કૂલ, મોરબી રોડ પર કોમ્યુનીટી હોલનું લોકાર્પણઃ પત્રકાર પરિષદમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોની વિગતો બિનાબેન આચાર્ય અને ઉદિત અગ્રવાલ દ્વારા જાહેર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક અંતર્ગત કાર્યક્રમોની માહિતી માટે સવારે ૧૧:૩૦ કલાકે મમેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નેતા દલસુખભાઈ જાગાણી, દંડ અજયભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણી, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, લાઈટીંગ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડિયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેનપ્રીતીબેન પનારા, સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા નાયબ કમિશનર બી.જી, પ્રજાપતિ, એ.આર.સિંદ્ય અને ચેતન નંદાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકદટ,તા.૨૨:ગુજરાત સરકારશ્રી દ્વારા આગામી ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્ત્।ાક પર્વની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સૌ શહેરીજનોમાં વધુ ને વધુ  રાષ્ટ્રભકિત અને દેશપ્રેમની લાગણી પ્રગટે તેવા ઉમદા હેતુ સાથે તા. ૧૭ જાન્યુઆરી થી તા.૨૫ જાન્યુઆરી સુધીના સમયગાળા દરમ્યાન યોજાનાર વિવિધ શ્રેણીબદ્ઘ કાર્યક્રમોની મેયર  બિનાબેન આચાર્ય,અને ઉદિત અગ્રવાલ, દ્વારા આજે પત્રકાર પરિષદના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા મ્યુ કોર્પોરેશનમાં રૂ. ૨૫૫ કરોડનાં વિવિધ પ્રોજેકટનાં ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે. તેમ જ વિવિધ કાર્યક્રમોની માહિતી આપછામાં આવી હતી.

આ અંગે મેયર બિનાબેન અને મ્યુ. કમિશ્નર ઉદતિ અગ્રવાલે જણાવ્યું હતું કે,જાહેર થયેલ વિગતો અનુસાર, તા. ૧૭-૦૧-૨૦૨૦ થી તા. ૨૫-૦૧-૨૦૨૦ દરમ્યાન રોજ સવારે ૬:૦૦ થી ૯:૦૦ અને સાંજે ૬:૦૦ થી ૯:૦૦ વાગ્યા દરમ્યાન બી.આર.ટી.એસ.ના તમામ બસ સ્ટોપ,

રેસકોર્સ રિંગ રોડ, અને શહેરના મુખ્ય બગીચાઓમાં રહેલા સ્પીકર (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) પર દેશભકિતના ગીતો વગાડવામાં આવનાર છે. આ ઉપરાંત શહેરના તમામ આરોગ્ય સેન્ટર ખાતે સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ વાગ્યા દરમ્યાન ગર્ભ સંસ્કાર કેમ્પનું આયોજન રહેશે. જયારે શહેરના તમામ આરોગ્ય સેન્ટરો અને વૃદ્ઘાશ્રમ ખાતે પણ સિનિયર સિટિઝન અને રેગ પીકર્સ માટે ખાસ આરોગ્ય કેમ્પ ચાલુ છે.

તા.૨૨જાન્યુઆરી ના રોજ સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી કુવાડવા રોડ પર પૂ. શ્રી રણછોડદાસજી આશ્રમ સામેના મેદાન ખાતે 'માં વાત્સલ્ય કાર્ડ મેગા કેમ્પ'નું આયોજન કરવામાં આવશે. સાથોસાથ તા. ૨૨થી તા.૨૬ સુધી રેસકોર્સ રિંગ રોડ, શહેરના મુખ્ય સર્કલોમાં થીમ બેઇઝડ ડેકોરેશન  અને રાજકોટ મહાનગરપાલિકાની બિલ્ડીંગો આકર્ષક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવશે.

તા.૨૩જાન્યુઆરી થી તા.૨૫- સુધી એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ ' પ્લાસ્ટિક ભારત છોડો ' નું આયોજન કરવામાં આવશે. જેમાં કિસાનપરા ચોક ખાતે એક જેલ બનાવવામાં આવશે અને 'માય એફ.એમ.' ના  આર.જે. આભાબેન આ જેલમાં ૭૨ કલાક સુધી રહેશે. શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો અને રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી ૫૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરી જેલ ખાતે લાવશે અને ત્યારે આર.જે.  આભાબેન જેલમુકત થશે. સ્કૂલોના છાત્રો પેપર બેગ બનાવી પોતાની શાળાના આસપાસના વિસ્તારોમાં કોમર્શિયલ સંકુલોમાં જઈને ત્યાં પેપર બેગ આપશે બદલામાં પ્લાસ્ટિક એકત્ર કરશે.     

તા.૨૪જાન્યુઆરી ના રોજ રેસકોર્સ રિંગ રોડ પરના તમામ ૮૫ લાઈટીંગ પોલ પર વિશિષ્ટ પ્રકારની મોટીફ લાઈટીંગથી ડેકોરેશન કરવામાં આવશે. આ પોલ પર આ લાઈટીંગ પરમેનન્ટ રહેશે. આ ખાસ લાઈટનું ઉદદ્યાટન રાજયના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. તા.૨૪-૦૧-૨૦૨૦ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિરાણી હાઈસ્કૂલ મેદાન ખાતે જુના ફિલ્મી ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાશે.

તા.૨૫જાન્યુઆરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બે કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર 'બૂક ફેર'નું ઉદદ્યાટન માન. મુખ્યમંત્રીશ્રી કરશે. જયારે આ જ દિવસે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળના કુલ રૂ.૬૦૦ કરોડથી વધુ ખર્ચના વિવિધ વિકાસકાર્યોનું માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.

વિજયભાઈ રૂપાણી રૂ. ૨૨૩.૫૦ કરોડના વિકાસ કામોને આપશે લીલીઝંડી

કામનું નામ  અંદાજીત રકમ (કરોડમાં)

લોકાર્પણ

- વોર્ડ નં. ૪માં મોરબી રોડ પર જૂના

 

 

 

જકાતનાકા પાસે કોમ્યુનીટી હોલ બનાવવાનું કામ

  ૨.૬૬

 

 

- માધાપર ખાતે ૮૦ એમ.એલ.વી.નો સુએઝ

 

 

 

ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ

૪૫.૭૫

 

 

- એન્ટી હોકિંગ સિસ્ટમ

  ૨.૫૭

 

 

- સ્માર્ટ સીટી ૩૦ સિગ્નલ એટીસીએસ-આરએલવીડી

  ૧૧.૧૭

 

 

ખાતમુહુર્ત

- વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ

૧૩૫.૦૦

 

 

- વોર્ડ નં. ૮ લક્ષ્મીનગર અન્ડરબ્રીજ

૨૫.૦૦

 

 

- ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર

૧.૩૫

 

 

 

૧૬૧.૩૫

 

 

લોકાર્પણ - ખાતમુહુર્ત કુલ રકમ ૨૨૩.૫૦ કરોડ

નીતિનભાઈ પટેલ દ્વારા કયા કયા પ્રોજેકટના ખાતમુહુર્ત અને લોકાર્પણઃ વિસ્તૃત માહિતી

લોકાર્પણ

કામનું નામ                                                 અંદાજીત રકમ (કરોડમા)

 

 

નાનામવા રોડ પર સ્કુલ તેમજ સ્ટોરનું કામ

૯.૫૦

 

ન્યારી ડેમ ગાર્ડનનું કામ

૧.૬૧

 

૬ સ્વીપર મશીન અને ૪૯ ટીપર વાનનું કામ

૬.૬૫

 

પ્રદ્યુમન પાર્કમાં ઇન્ટરપ્રીટશન સેન્ટરનું કામ

૧.૩૬

 

વોર્ડ નં. ૫ માં જીમનું કામ

૧.૨૫

 

વોર્ડ નં. ૧૬ માં વોર્ડ ઓફીસ બનાવવાનું કામ

૦.૪૨

 

વોર્ડ નં. ૧૮ માં શાળાના મકાનનું તથા વોર્ડ નં. ૬ મા

 ૩.૬૨

 

સ્મશાનમાં પ્રાર્થના હોલનું કામ

 

 

                                                     કુલ રકમ

૨૪.૪૧

 

ખાતમુહૂર્ત

 

 

કામનું નામ                                                  અંદાજીત રકમ (કરોડમાં)

 

 

વોર્ડ નં. ૩ માં સર્વ શિક્ષા અભિયાન શાળાનું કામ

૦.૭૫

 

વોર્ડ નં. ૪ માં ફૂટપાથ તથા પેવીંગ બ્લોક, મેટલીંગનું કામ

૧.૮૫

 

વોર્ડ નં. ૧૩ માં શાળા નું. ૬૯ ના નવા મકાનનું કામ

૨.૭૭

 

વોર્ડ નં. ૧ માં ઢોર ડબ્બા, મેટલીંગ અને પેવીંગ બ્લોકનું

૧.૬૫

 

કામ તથા વોર્ડ નં. ૯ માં પેવીંગ બ્લોકનું કામ

વોર્ડ નં. ૧૨ માં બોકસ કલ્વર્ટ, વોર્ડ નં. ૮ માં હોકર્સ ૧.૩૭

 

ઝોન તથા પેવીંગ બ્લોકનું કામ

કુલ રકમ ૮.૩૯

 

 

૩૨.૮૦ કરોડ

લોકાર્પણ - ખાતમુહૂર્ત કુલ રકમ

 

(4:22 pm IST)