Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજકોટ જિલ્લામાં વિકાસ કામોના ખાતમૂહુર્ત લોકાર્પણ

રાજકોટ : જીલ્લા ભાજપાના પ્રમુખ ડિ.કે.સખીયા તથા મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે, ૭૧મો પ્રજાસતાક પર્વ નિમિતે રાજકોટ જીલ્લામાં મેટોડા જી.આઈ.ડી.સી ખાતે ડ્રો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ તેમજ ગુજરાતના તમામ શહેરો અને તાલુકાને સ્માર્ટ બનાવવાની નેમ સાથે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ રાજકોટ જીલ્લામાં વિવિધ વિકાસ કાર્યો થકી જનસુખાકારી યોજનાઓ રાજકોટ જીલ્લામાં તા.૧૮એ મંત્રી આર.સી.ફળદુ, મંત્રી વિભાવરીબેન દવે, વિજયભાઈ દવે, મંત્રી યોગેશભાઈ પટેલ તા.૧૯એ મંત્રી કુવરજીભાઈ બાવળિયા, ડો.ભરતભાઈ બોઘરા, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી જવાહરભાઈ ચાવડા, મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, મંત્રી સૌરભભાઈ પટેલ, મંત્રી બચુભાઈ ખાબડ, મંત્રી કૌશિકભાઈ પટેલ,ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરીના હસ્તે ગોંડલ,  જામકંડોરણા, લોધિકા, ઉપલેટા, પડધરી, જેતપુર, ધોરાજી તાલુકામાં મંત્રીશ્રીઓના હસ્તે ભાદરા જૂથ યોજના અંતર્ગત સાજડીયાળી અને ધોળીધાર ગામ સુધી પીવીસી લાઈન ઉપરાંત શહેર તાલુકાઓમાં કમ્પાઉન્ડ વોલ, કુપોષણ બાળકોને દત્તક લેવાનો કાર્યક્રમ, પેવર બ્લોક, સીસી રોડ, કોઝવે કમ ચેકડેમ, શાળાના નવા ઓરડા, સિમેન્ટ રોડ, ભૂગર્ભ ગટર, લોધિકા ગ્રુપ રીસિંગ લીંક, નવી ગ્રામ પંચાયતોની કચેરીઓ, ૬૬ કેવી સબસ્ટેશનો, ખેડૂતલક્ષી યોજનાઓના ખેતી વિષયક કનેકશનો, પોલીસ આવાસોના બાંધકામો, આંગણવાડીના મકાનો, લાભાર્થીઓને અનુભવો તથા પ્રમાણ પત્ર વિતરણ, પ્રિકાષ્ટ પેવીંગ બ્લોક, પાણીની ટાંકી, ડી.વાય.એસ.પી.કચેરી બાંધકામ ટાઉન હોલ બનાવવાનું ખાત મુહુર્ત, પાણી પુરવઠાની યોજનાઓના ખાત મુહુર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

(3:41 pm IST)