Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વિજ્ઞાન જાથા દ્વારા ખામટા મહિલા કોલેજમા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ જિલ્લાપંચાયત, રાજકોટ તાલુકા પંચાયત પડધરી, સમસ્ત ડુંગરકા ગામના સહયોગથી શ્રીમતિ એમ.જે.માલાણી એજયુકેશન એન્ડ ચેરીટેેબલ ટ્રસ્ટ ખામટા સંચાલિત મહિલા કોલેજ ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામજનોમાં અંધશ્રધ્ધા નિવારણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતમાં સદીઓથી તાંત્રિકો દ્વારા તન-મન-ધનનું શોષણ થાય છે તેની વિસ્તૃતિ માહિતી આપવમાં આવી હતી. વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદ્દઘાટન મહિલા કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડો.શાંતિભાઇ રાબડીયાએ કર્યુ હતું ગામના સરપંચ પ્રવિણભાઇ ગઢીયાએ ગામમાં સર્વાનુમતે સરપંચ નક્કી કરતા અહીંયા ચૂંટણી કરવામાં આવતી નથી. તેમ જણાવ્યુ હતુ ગામના આગેવાનો નાગજીભાઇ લીંબાશીયા, કેશવજીભાઇ લીંબાશીયા, જગદીશભાઇ ચોવટીયા, દિપકભાઇ લીંબાશીયા, કાન્તિભાઇ લીંબાશીયા, ભગવાનજીભાઇ ચોવટીયા, કેયુરભાઇ કાકડીયા, મનસુખભાઇ લીંબાશીયા,ધરમશીભાઇ ચોવટીયા, શિવલાલભાઇ ગઢીયા, રમેશભાઇ કમાણી, હસમુખભાઇ લીંબાશીયા, લલિતભાઇ અકબરી, માવજીભાઇ ચીકાણી, જેન્તીભાઇ દેત્રોજાએ હાજરી આપી એન.એસ.એસ.કેમ્પના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઇ યોગદાન આપ્યું હતું. નિવૃત જેલ અધિક્ષક અરૂણકુમાર વ્યાસે અંધશ્રધ્ધાથી કેટલું નુકસાન થાય છે તેની ગ્રામજનોને વિગત આપી હતી. તેમની સાથે નિવૃત પીએસઆઇ ચુડાસમા, લલિતભાઇ ત્રિવેદી, હર્ષદભાઇ વ્યાસ, આગેવાનોએ હાજરી આપી હતી. સદ્દભાવના વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી વિજયભાઇ ડોબરીયાએ હાજરી આપી ગુજરાતમાં ગમે તેવા અપંગ, વયોવૃધ્ધ, નિઃસહાયને મોકલજો અમે સ્વીકાર કરીશું. માનવતાલક્ષી વાત કરી હતી. જાથાની પ્રવૃતિની પ્રશંસા કરી હતી. જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે અંધશ્રધ્ધાથી માનવીને પાયમાલી, બરબાદી મળી છે તેથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ કાર્યક્રમો યોજે છે. માનવીએ પ્રત્યેક પળે તર્ક-સંશયને પ્રાધાન્ય આપવું જોઇએ. માનવ શરીર જ ચમત્કારો સંવેદનાઓથી ભરપૂર છે. શીતળા રોગ નાબૂદ થઇ ગયો છતાં શીતળાદેવી ઉભા છે તેનું અનુસરણ કરવું કેટલે અંશે યોગ્ય છે? તાંત્રિકો માનવીનું સર્વાગી શોષણ કરે છે. અનેક પ્રકારના ગેરફાયદાઓની વાત મૂકી હતી. ગ્રહો આપણી  પાછળ પડયા નથી પરંતુ આપણે જ ગ્રહોની પાછળ પડયા છીએ. ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હામથાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, નજરબંધી, બેડી તુટવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું. ભુનાની સાંકળ મારવાની ડિંડલીલા, હાથ-માથા ઉપર દીવા રાખી આરતી કરવાની ધતિંગલીલા, વગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીંખડાવી દેવામાં આવ્યા હતા. મિમિક્રિ આર્ટીસ્ટ ઉમેશ રાવે ગ્રામજનોને ખડખડાટ હસાવ્યા હતા. પ્રયોગમાં રોમિત રાજદેવ, વિનુભાઇ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, ભાનુબેન ગોહિલે ભાગ લીધો હતો. રાજયમાં પોતાના ગામમાં ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(3:41 pm IST)