Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળની વાર્ષિક સભા સંપન્ન

રાજકોટ  : રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા બી.જે. ગરૈયા આયુવૈર્દિક અને હોમિયોપેથીક કોલેજ ખાતે મંડળના પ્રમુખ રાવતભાઇ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજાય ગઇ. આ સાધારણ સભામાં કર્મચારીઓના તેજસ્વી બાળકોનું સન્માન, ગત વર્ષે નિવૃત થયેલ કર્મચારીઓના સન્માન સાથે રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળના ૨૫ વર્ષ પૂર્ણ થતા હોય ૧૯૯૫ માં મંડળની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધીના તમામ પૂર્વ પ્રમુખો અને મંત્રીઓનું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે આહીર સમાજના અગ્રણીઓ, સમાજશ્રેષ્ઠિઓ, વર્ગ-૧ અને-ર ના અધિકારીઓ, વડીલોએ હાજરી આપી મંડળની કામગીરી બીરદાવી હતી. આ વાર્ષિક સભામાં આગામી વર્ષના નવા પ્રમુખ તરીકે દિનેશભાઇ હુંબલ અને મંત્રી તરીકે કિરીટભાઇ મૈંયડ તથા ઉપપ્રમુખ તરીકે મનસુખભાઇ બાળા, કમલેશભાઇ બાબરીયા, અને ખજાનચી તરીકે મહેશભાઇ ચાવડાની નીમણુંક કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારી મંડળના પ્રમુખ રાવતભાઇ ડાંગર, મંત્રી ચંદુભાઇ મિયાત્રા, મંડળના હોદેદારો, નિર્મળભાઇ મેતા, દિલીપભાઇ ચોૈહાણ, રાજેશભાઇ ડાંગર, રમેશભાઇ છૈયા, મંડળના પૂર્વ પ્રમુખ ધીરૂભાઇ ડાંગર, જેઠસુરભાઇ ગુજરીયા, પ્રો. રમેશભાઇ ડાંગર, પ્રો. રામભાઇ વારોતરીયા, સુભાષભાઇ ડાંગર, કરશનભાઇ મેતા તથા કારોબારી અને સક્રિય સભ્યો પુંજાભાઇ વરૂ, ભુપતભાઇ છૈયા, વિજયભાઇ કુંભરવાડીયા, કાનાભાઇ રામ, ભાનુભાઇ મિયાત્રા, અજીતભાઇ લોખીલ, સંદિપભાઇ અવાડીયા, ગોૈતમભાઇ રાઠોડ, રમેશભાઇ બોરીચા, પ્રકાશભાઇ મંઢ, ભરતભાઇ કાનગડ, પ્રણવભાઇ પંચોલી, મહેશભાઇ ડાંગર, વનરાજભાઇ ચાવડા, ગોૈતમભાઇ ચાવડા, પ્રવિણભાઇ મેતા, નિકુલભાઇ આહીર, તેમજ વિવિધ તાલુકાના પ્રભારી પ્રો. કે.આર.રામ, સંજયભાઇ હુ઼બલ, ભરતભાઇ હુંબલ, જયેશભાઇ ડાંગર, નિલેશભાઇ મકવાણા, દિપેનભાઇ બાબરીયા, ભીમાભાઇ ડાંગર, પ્રકાશભાઇ મ્યાત્રા, અશ્વિનભાઇ ડાંગર, અશ્વિનભાઇ બારૈયા, નારણભાઇ કુવાડીયા, રામભાઇ લાવડીયા, અજયભાઇ ડાંગર, અશ્વિનભાઇ ચાવડા, મયુરભાઇ ગજીયા, ભાનુભાઇ બાલસુરા, ધીરૂભાઇ મિયાત્રા, વિનયભાઇ વાંક, લાલજીભાઇ ડાંગર, વિવેકભાઇ હુંબલ, અને મંડળના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:39 pm IST)