Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દિલ એક હૈ, જાન એક હૈ હમારી, હિન્દુસ્તાન હમારી, હિન્દુસ્તાન હમારા હૈ યે શાન હૈ હમારી

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ઝળહળી

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી રાજકોટમાં થઇ રહી છે. જેમાં જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ સૂર પુરાવવામાં આવ્યો છે. કારોબારી સમિતિ દ્વારા રોશની માટે પુરા પાંચ લાખ અને રંગરોગાન માટે રૂ.દોઢ લાખ મંજુર કરવામાં આવ્યા છે. અકિલા ચોક (રેસકોર્ષ ચોક) ખાતે આવેલ પંચાયત કચેરીને રોશનીથી ઝળહળાવવામાં આવી છે. આગળના ભાગે દિવાલ, રેલીંગ, દરવાજા વગેરેને નવા રૂપરંગથી સજાવવામાં આવ્યા છે. દિવસ આથમ્યા પછી પંચાયત કચેરીની રોનક નિખરી ઉઠે છે.

(2:00 pm IST)