Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અવાર-નવાર ઝઘડો થતો અને સમાધાન થઇ જતું, આ વખતે ગાળોને કારણે વાત વણસી ને હત્યા થઇ ગઇ રણુજા મંદિર પાસે બાવાજી યુવાનની હત્યામાં તેના જ

રણ મિત્રોની આજીડેમ પોલીસે ધરપકડ કરીઃ જેણે ઘા ઝીંકયા'તા એ સગીર વયનો હોવાનું ખુલ્યું

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ પર રણુજા મંદિર નજીક બાલાજી કોમ્પલેક્ષ નજીક પરમ દિવસે સાંજે વાવડીના રાહુલભારથી સુરેશભારથી ગોસ્વામી (ઉ.૨૪)ની તેના જ ચાર મિત્રોએ ગાળો બોલવા મામલે થયેલા ડખ્ખામાં છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. બે મિત્રોએ પકડી રાખ્યો હતો, એકે છરી આપી હતી અને અન્ય એકે એ છરીના બે ઘા ઝીંકી આંતરડા કાઢી નાંખ્યા હતાં. આ ઘા ઝીંકનાર સુત્રધાર સગીર વયનો હોવાનું સામે આવ્યું છે. આજીડેમ પોલીસે ત્રણની ધરપકડ કરી સગીરને પણ અટકાયતમાં લેવા તજવીજ કરી છે.

હત્યાના આ બનાવમાં ભાગી ગયેલા આરોપીઓ પૈકીના ત્રણ શખ્સો દિવ્યરાજસિંહ  ઉર્ફ દિવુ શકિતસિંહ જાડેજા (ઉ.૨૦-અભ્યાસ, રહે. તિરૂપતી સોસાયટી, ૭ કોઠારીયા રોડ), દેવેન્દ્રસિંહ ઉર્ફ દેવો શકિતસિંહ જાડેજા (ઉ.૨૦-અભ્યાસ, રહે. તિરૂપતી સોસાયટી-૭) અને દિવ્યેશ રાજુભાઇ લાવડીયા (ઉ.૧૯-ધંધો ડ્રાઇવીંગ, રહે. શિવધામ સોસાયટી-૨, રણુજા મંદિર પાછળ)ને ઝડપી લીધા છે. આ શખ્સો કોઠારીયા રોડથી શિતળાધાર તરફના રસ્તેથી નીકળવાના છે તેવી બાતમી મળતાં પીઆઇ એ.એસ. ચાવડા, પીએઅસાઇ એમ. જે. રાઠોડ, સી.એસ. પટેલ, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, મહેન્દ્રભાઇ પરમાર, શૈલેષભાઇ ભીંસડીયા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. શૈલેષભાઇ ગઢવી, કુલદીપસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ઝલા, જયપાલભાઇ બરાળીયા, સ્મિત પટેલ સહિતે પકડી લીધા હતાં.

આ ત્રણેયએ પોલીસને જણાવ્યું હતું કે પોતે, તેમજ જેણે ઘા ઝીંકયા એ સગીર અને હત્યાનો ભોગ બનનાર રાહુલભારથી તેમજ તેને દવાખાને લઇ જનારા બે મિત્રો એમ બધા જ રોજબરોજ સાથે ઉઠ-બેઠ ધરાવતાં હતાં. અવાર-નવાર મૃતક અને મારનાર વચ્ચે નાની-નાની વાતે ચડભડ થતી હતી અને પછી સમાધાન થઇ જતું હતું. એકાદ વર્ષથી આવું વારંવાર થતું હતું. પણ બે દિવસ પહેલા મજાક મશ્કરીમાં વધુ ગાળો બોલાઇ જતાં વાત વણસી હતી અને ઉશ્કેરાઇને ઘા ઝીંકી દેવાયા હતાં. જેમાં હત્યા થઇ ગઇ હતી. સગીરને સકંજામાં લઇ છરી કબ્જે કરવા તજવીજ થશે.

ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ એ.એસ. ચાવડા અને ટીમ વધુ તપાસ કરે છે.

(1:08 pm IST)