Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સાંઇરામ દવે અને ટીમે રાજકોટ જેલમાં હાસ્ય અને ભજન પીરસી બંદીવાનોને મોજ કરાવી દીધી

ઉતરાયણ પર્વ અંતર્ગત જેલ અધિક્ષક બી. ડી. જોષી દ્વારા બંદીવાન ભાઇઓ-બહેનોના માનસ પરિવર્તન અને તણાવ મુકતીના શુભ આશયથી આયોજન

રાજકોટઃ ઉતરાયણ પર્વની ઉજવણી અંતર્ગત રાજકોટ જીલ્લા જેલમાં બંદીવાન ભાઇઓ-બહેનોના માનસ પરિવર્તનના શુભ આશયથી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટ અને શ્રીસાઇ લક્ષ્મી ફાઉન્ડેશનના ઉપક્રમે  જેલ અધિક્ષકશ્રી બન્નો જોષી દ્વારા હાસ્ય અને ભજનનો કાર્યક્રમ ૨૧મીએ રાખવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા કાનુની સેવા મંડળના પુર્ણકાલિન સચિવ એચ. વી. જોટાણીયા, લિગલ સર્વિસના હસુભાઇ પટેલ, ભીખાભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. સુપ્રસિધ્ધ હાસ્યકાર સાઇરામ દવે અને તેમની ટીમે હાસ્ય તથા ભજનોની જમાવટ કરતાં બંદીવાન ભાઇઓ-બહેનો ખુશખુશાલ થઇ ગયા હતાં. માનસિક તણાવથી મુકત થાય અને જેલ જીવન શાંતિપૂર્ણ રહે તે માટે થઇને અધિક્ષક શ્રી બી. ડી. જોષી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સિનીયર જેલર જે.એસ. સોનાર, ડી. જે. વણકર અને જેલના અન્ય સ્ટાફ, કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(1:07 pm IST)