Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રેલનગરના કપડાના ધંધાર્થી સાગરે જામનગર રોડ પર ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ૨૨: રેલનગરના ઘનશ્યામનગરમાં રહેતાં સાગર રમેશભાઇ વાલેચા (સિંધી) (ઉ.૨૫) નામના યુવાને સાંજે જામનગર રોડ પર સંજરી મસ્જીદ પાસે ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી. આ યુવાન કપડાનો ધંધો કરે છે. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. 

જિવંતીકાનગરમાં રમેશભાઇ પટેલ ઝેરી પ્રવાહી પી ગયા

બીજા બનાવમાં જિવંતીકાનગર-૧માં રહેતાં અને સોૈરાષ્ટ્ર ગ્રામિણ બેંકમાં પ્યુન તરીકે નોકરી કરતાં રમેશભાઇ અમરશીભાઇ પટેલ (ઉ.૫૨) મચ્છર ભગાડવાની દવા પી જતાં દાખલ કરવા પડ્યા હતાં. જો કે પોલીસ નિવેદન નોંધે એ પહેલા રજા લઇ લીધી હતી. 

(1:06 pm IST)