Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગાયત્રીનગર રોડ પર મોડી રાતે 'હિટ એન્ડ રન': અજાણ્યા યુવાનનું મોત

૧૦૮ના ઇએમટીની પુછતાછમાં પોતાનું નામ ભીમબહાદુર કાલીસિંગ લોહાર જણાવ્યું હતું: વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૨૨: મોડી રાતે અઢી વાગ્યા આસપાસ ગાયત્રીનગર મેઇન રોડ ભકિતનગર સર્કલ નજીક ડો. કાલરીયાની હોસ્પિટલ પાસે અજાણ્યા આશરે ૩૫ વર્ષના યુવાનને કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ૧૦૮ના ઇએમટી જયદિપભાઇ અને પાઇલોટે આ યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે પુછતાછમાં તેણે પોતાનું નામ ભીમબહાદુર કાલીસિંગ લોહાર (ઉ.૩૫) કહ્યું હતું. જો કે સારવાર દરમિયાન આ યુવાને સવારે દમ તોડી દીધો હતો. તે ભાનમાં આવ્યો ન હોઇ પોલીસ તેનું સરનામુ પુછી શકી નહોતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો ભકિતનગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૯૧૦૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએઅસાઇ સુભાષભાઇ ડાંગર વધુ તપાસ કરે છે.

(1:05 pm IST)