Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ફલાવર શોની એન્ટ્રી ફી રૂ.૨૦ રહેશે

સ્માર્ટ સીટી - સ્વાસ્થ્ય - સ્વચ્છતાની થીમ :દેશ - વિદેશના ફુલછોડનું પ્રદર્શન : આકર્ષક ફલાવર સ્ટેચ્યુ : સેલ્ફી પોઇન્ટ : ૨૦ હજાર બાળકોની માનવ સાંકળ આકર્ષણ જમાવશે

રાજકોટ તા. ૨૨ : મ્યુ. કોર્પોરેશન દ્વારા આગામી તા. ૨૪થી શહેરમાં આકર્ષક ફલાવર-શોનું આયોજન કરાયું છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત યોજાનાર આ ફલાવર ફલાવર-શોમાં અગાઉ મ્યુ. કોર્પોરેશને જે પ્રકારે 'વિનામૂલ્યે' પ્રવેશ નહી અપાય. આ વખતે રૂ. ૨૦ એન્ટ્રી ફી લેવામાં આવશે. તેમ મેયર બીનાબેન આચાર્યએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.

તેઓએ વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે, તા.૨૪ના રોજ રેસકોર્સ ગાર્ડન ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી 'ફ્લાવર ર્શો નું આયોજન કરવામાં આવશે. જેમાં અલગઅલગ પ્રકારના ફૂલછોડ, ઉપરાંત વિવિધ થીમ જેવી કે, સ્વાસ્થ્ય, પર્યાવરણ, બેટી બચાવ, સ્માર્ટ સિટી, હરિયાળું રાજકોટ સુંદર રાજકોટ, કલીન રાજકોટ, શિક્ષણ, એકાત્મતા અને બંધુત્વ વગેરે પર સંદેશાઓનો પણ પ્રસાર કરવામાં આવશે. સાથોસાથ રેસકોર્સ રિંગ રોડ પર એક શાનદાર કાર્નિવલનું આયોજન કરવામાં આવશે જેમાં ૨૦ હજારથી વધુ બાળકોની માનવ સાંકળ આકર્ષકનું કેન્દ્ર બની રહેશે. તેમજ વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા અલગઅલગ રાજયોની સંસ્કૃતિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે.

ફલાવર-શોમાં વિદેશી અને દેશના રંગબેરંગી ફુલછોડનું પ્રદર્શન તથા તેને લગતા સ્ટોલ, ફલાવરના સ્ટેચ્યુ, સેલ્ફી પોઇન્ટ સહિતના આકર્ષણો રહેશે.

રૂ. ૨૦ પ્રવેશ ફી

મેયરશ્રીએ આ તકે જણાવેલ કે, આ વખતનો ફલાવર શો અનોખો અનેરો હશે તેથી તેનો ખર્ચ પણ વધુ છે. જેનાં કારણે આ વખતે ફલાવર-શોમાં રૂ. ૨૦ની પ્રવેશ ફી રાખવી પડી છે. લોકોનો સહકાર તેમાં મળી રહેશે. અંદાજે ૪ લાખ લોકો આ ફલાવર-શોની મુલાકાત લેશે. જેથી ૮૦ લાખ જેટલી આવક થશે જેના કારણે તંત્રની તિજોરી ઉપર ઓછો ખર્ચ બોજો રહેશે.

(3:40 pm IST)