Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજકોટમાં ઝળકયા બાદ આજે સવારે બંને સિંહ ચોટીલાના રામપરા પહોંચ્યાઃ ૧૦ લોકોની ટીમ સતત પાછળ

રેડિયો કોલરની મદદથી મેળવાતુ લોકેશન : બંનેએ બે સ્થળે મારણ કર્યું : વનખાતાના ત્રણ અધિકારીઓ સતત પગેરૂ દબાવી લોકોને એલર્ટ કરી રહ્યા છે

રાજકોટની ભાગોળે આજી ડેમ ખાતે આખી રાત ૩ાા વર્ષના બે સિંહે મુકામ કર્યો હતો. તસ્વીરમાં બન્ને સિંહોના ફુટપ્રિન્ટ અને એક સિંહ-ડાલમથ્થો નજરે પડે છે

રાજકોટ તા. ૨૨ : રાજકોટના આજી ડેમ ખાતે આખી રાત ધામા નાંખ્યા બાદ બે વનરાજોએ ગઇકાલે વહેલી સવારે વિદાય લીધી હતી, અને ત્યાંથી ખેતરમાં ભૂપગઢ - ભાડલા નજીક પહોંચી ગયા બાદ આખી રાતમાં ચાલ્યા બાદ આજે સવારે ચોટીલાના છેવાડાના ગામ રામપરામાં ખેતરોમાં આ બંને ૩ાા વર્ષના નરસિંહ પહોંચ્યા હોવાનું રાજકોટ વન વિભાગના અધિકારી શ્રી સંદિપકુમારે 'અકિલા' સાથેની વાતચીતમાં સવારે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, બંને સિંહો ચોટીલા પાસેથી જ આવ્યા હતા અને ત્યાં જ પાછા ફર્યા છે. બંને સિંહોને રેડીયો કોલરની મદદથી લોકેશન મેળવાઇ રહ્યું છે, અને વનખાતાના ત્રણ અધિકારીઓ સતત પગેરૂ દબાવી રહ્યા છે, તો ૧૦ લોકોની ટીમ સતત પાછળ હોય, ગ્રામજનોને ખાસ એલર્ટ કરી રહી છે.

આ બંને સિંહોએ ગત આખી રાત દરમિયાન બે સ્થળોએ મારણ કર્યંુ હોવાનું પણ બહાર આવ્યું છે. આ બંને સિંહો આજે બપોર સુધીમાં ચોટીલા વિસ્તારના જંગલ ક્ષેત્રમાં ચાલ્યા જશે તેમ મનાઇ રહ્યું છે.

(11:28 am IST)