Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજકોટ યાર્ડમાં શિયાળુ પાકની આવકની શરૂઆત થઈઃ ધાણાની ૧૦ બોરીની આવક

રાજકોટ, તા. ૨૧ :. રાજકોટ (બેડી) માર્કેટયાર્ડમાં આજે શિયાળુ પાકના ધાણાની આવકની શરૂઆત થઈ છે.

આજે રાજકોટ માર્કેટયાર્ડમાં શિયાળુ પાકના ધાણાની ૧૦ બોરીની આવક થઈ છે. જેમા મુહુર્તના ભાવ ૧૮૫૧ પડયા છે. કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામના રાજુભાઈ ધીરૂભાઈ માદરિયા નામના ખેડૂત રાજકોટ માર્કેટયાર્ડમાં ધાણા વેચાણ અર્થે લાવતા અને તેની હરરાજી થતા ધાણા ૧ મણના ભાવ ૧૮૫૧ રૂ. મળ્યા હતા. આ ધાણાની ખરીદી અંબાજી ટ્રેડીંગ કાું. દ્વારા કરવામાં આવી હતી.

પુષ્કળ વરસાદના પગલે ચાલુ વર્ષે શિયાળુ પાકમાં ઘઉં, જીરૂ, ચણા, મેથી, લસણ, રાયડો તથા ધાણાનું પુષ્કળ વાવેતર થયુ હતું. આગામી ૧૦ થી ૧૫ દિવસમાં વિવિધ શિયાળુ પાકની આવકો શરૂ થશે તેમ કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યુ હતું.

(12:54 pm IST)