Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

પિતા-પુત્રને ગોંધી રાખી રીવોલ્વર બતાવી ૨૨ લાખ પડાવવાના બનાવમાં ચારને ઝડપી લેતી મોરબી એલસીબી

અગાઉ છૂટાછેડા કરાવવા બાબતે બિલ્ડર અને તેના પુત્રને ધમકાવી ૧ કરોડ પડાવી લીધા'તાઃ તાજીયા ગેંગનો કુખ્યાત બાબુ ઉર્ફે બાબુડોન, જગદીશ ઉર્ફે જગો, કરશન ઉર્ફે ભુવો અને ખાખચેરીનો મનુ ઝાપડાની ધરપકડ

રાજકોટ, તા. ૨૨ :. મોરબીમાં બિલ્ડરના છુટાછેડા કરાવવા બાબતે ૧ કરોડ પડાવ્યા બાદ વધુ પૈસા પડાવવા માટે પિતા-પુત્રને ગોંધી રાખી રીવોલ્વર બતાવી ૨૨ લાખ બળજબરીથી પડાવવાની કોશિષના ગુન્હામાં મોરબી એલસીબી પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા મોરબી એસપી ડો. કરણરાજ વાઘેલાએ ખંડણીના ગુન્હાઓ બનતા અટકાવવા માટે અને આરોપીઓને પકડી પાડવા માટે મોરબી એલસીબીના પીઆઈ આર.ટી. વ્યાસને સૂચના આપતા તેના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વ્યાસ, કોન્સ. નંદલાલભાઈ વરમોરા, દશરથસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રણવીરસિંહ જાડેજા સહિતે ખંડણીખોર ટંકારાના જબલપુર ગામના બાબુ ઉર્ફે બાબુડોન હીરાભાઈ ઝાપડા, જગદીશ ઉર્ફે જગો કરશનભાઈ ઝાપડા, કરશન ઉર્ફે ભુવો નાજાભાઈ ઝાપડા અને માળીયામિંયાણાના ખાખરેચી ગામના મનુ દેવરાજભાઈ ઝાપડાને પકડી લીધા હતા. આ બનાવમાં દુદાભાઈ ધનજીભાઈ મેવાડાના પુત્રનો ઘરસંસાર સારી રીતે ચાલતો ન હોય જે બાબતે સમાધાન કરાવવા માટે પિતા દુદાભાઈએ મનુ દેવરાજ ઝાપડાને વાત કરી હતી. આ મામલે બાબુ ઉર્ફે બાબુડોન, જગદીશ ઉર્ફે જગો, કરશન ઉર્ફે ભુવો અને મનુએ કાવત્રુ ઘડી બાબુ ઉર્ફે બાબુડોને સમાધાન નહિ પરંતુ બળજબરીથી છૂટાછેડા કરાવવાનું કહ્યુ હતુ અને 'જો તમે આમ નહિ કરો તો પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી દુદાભાઈ મેવાડા પાસેથી રૂ. ૧,૦૨,૭૧,૦૦૦ બળજબરીથી કઢાવી લીધા હતા અને પત્નિ છાંયાબેનને રીવોલ્વર બતાવી છૂટાછેડાના કાગળોમાં બળજબરીથી સહી કરાવી લીધી હતી. ત્યાર બાદ તેના ખર્ચ પેટે દુદાભાઈ અને પુત્રને ગોંધી રાખી રીવોલ્વર બતાવી રૂ. ૨૨ લાખ ખર્ચ પેટે બળજબરીથી પડાવવાની કોશિષ કરી ગાળો આપતા દુદાભાઈ મેવાડાએ ગત વર્ષે ટંકારા પોલીસ મથકમાં ચારેય શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં ચારેય શખ્સોને એલસીબી પોલીસે પકડી લઈ કાર તથા પાંચ મોબાઈલ મળી ૫ લાખ ૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલો આરોપી બાબુ ઉર્ફે બાબુડોન અગાઉ કુખ્યાત તાજીયા ગેંગનો સભ્ય હતો. તેણે લૂંટ, મારામારી, બળજબરીથી જમીનનો કબ્જો કરવો તથા અપહરણ જેવા ગુના આચર્યા હોવાની કબુલાત આપી હતી.

 

(4:23 pm IST)
  • વિડીયો : ક્યાં જઈ રહ્યો છે આજનો યુવાવર્ગ ? : રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ભરબપોરે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું : અગમ્ય કારણોસર વિધાયર્થીઓના આ બન્ને જૂથે કરી ધોકા, હોકી સ્ટિક અને પાઇપ વડે ભારે મારામારી : સમગ્ર ઘટના cctvમાં થઇ કેદ : એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 5:19 pm IST

  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST