Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

આજે રાત્રે નાતજમણ : આમંત્રણ આપવા રઘુવંશી આગેવાનો 'અકિલા'ના આંગણે

રાજકોટ : વીરદાદા જશરાજજીના શૌર્ય દિન નિમિતે રઘુવંશી પરિવાર દ્વારા આજે સાંજે રેસકોર્ષના વિશાળ મેદાનમાં મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. સાથોસાથ નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટ અને રકતદાન કેમ્પ પણ યોજાયેલ છે. આજે સાંજે ૭ વાગ્યાથી યોજાયેલ રઘુવંશી મહાકુંભમાં હજારો રઘુવંશીઓ એકસાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. નાત જમણ અંગે 'અકિલા' કાર્યાલય ખાતે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપવા આવેલા રઘુવંશી આગેવાનોએ જણાવ્યુ હતું કે સમગ્ર લોહાણા સમાજની વસ્તી ગણતરીનું પણ આજથી શુભકાર્યની શરૂઆત કરવામાં આવશે. આયોજન સ્થળે વસ્તી ગણતરી માટેનું એક ટેબલ રાખવામાં આવશે. આ વસ્તી ગણતરીમાં સેવા આપવા ઈચ્છુક સ્વયંસેવકો પોતાના નામ નોંધાવી શકે છે. ત્યારબાદ દરેકને વોર્ડવાઈઝ કામગીરી સોંપવામાં આવશે. ત્યારબાદ સુખી સંપન્ન પરિવારો અને જરૂરીયાતમંદ પરિવારોને માળખુ અલગ કરવામાં આવશે. જરૂરીયાતમંદ પરિવારજનોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરી આગામી સમયમાં જરૂરી પગલા લેવામાં આવશે. મત ગણતરીની કામગીરી એક વર્ષમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. દરમિયાન આજના કાર્યક્રમમાં રાજાણી પરિવારના બે બાળકો દ્વારા પાણી બચાવો અંગેના શપથ લેવડાવશે.  ઉકત તસ્વીરમાં ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રઘુવંશી પરિવારના આગેવાનો સર્વેશ્રી પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી, પરેશભાઈ પોપટ, જેષ્ઠારામભાઈ ચતવાણી, ધર્મેશભાઈ વસંત, મનોજભાઈ ચતવાણી, કમલેશ લાલ અને બીપીનભાઈ દુર્વાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:22 pm IST)