Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ચર્મરોગ નિષ્ણાંત ડો.સુરેશ જોશીપુરાને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત

રાજકોટ તા.૨૨: તાજેતરમાં બેંગ્લોર ખાતે ચર્મરોગ નિષ્ણાંતોની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મળેલ તેમાં રાજકોટના ડો.સુરેશ જોશીપુરાને ઇન્ડિયન એસોસિએશન ઓફ રમતોલોગીસ્ટ વેનેરિઓલોગીસ્ટ એન્ડ લેપ્રોલોજીસ્ટ (IADVI) તરફથી પ્રતિષ્ઠિત લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત થયો હતો.

એસોસીએશન ૧૨૦૦૦ જેટલા ચર્મરોગ વિશેષજ્ઞોની સભ્ય સંખ્યા ધરાવે છે અને દુનિયાનું સૌથી મોટું એસોસીએશન છે. ડો.જોશીપુરા તેમાં ભૂતપૂર્વ પ્રમુખ, સેક્રેટરી તરીકે રહી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. હાલમાં તેઓ એશિયન લીગ ઓફ ડેરમતોલોજી સોસાયટીમાં ડીરેકટર પદ છે.

છેલ્લા લગભગ ૪૦ વરસથી તેમને ચર્મરોગ, રકતપતિ, એઇડ્સ માટે અનેક પ્રદર્શનો, સ્કુલ-કોલેજોમાં વાર્તાલાપ, રેડીઓ-ટીવી, સોશ્યલ મીડીયા વિગેરેમાં કાર્યક્રમો આપી લોકજાગૃતિનું ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે. ૧૦૦૦ થી વધુ ગ્રામ્ય તથા પછાત એરીયામાં યોજાયેલ નિદાન કેમ્પમાં સેવા આપેલ છે. રકતપિતને ગુજરાતમાંથી નાબુદ કરવામાં તેમનો ફાળો અમૂલ્ય છે.

ઉપરાંત લોક જાગૃતિ માટે ત્વચા નામના પુસ્તક દ્વારા ચર્મરોગની માહિતી પુરી પાડેલ છે.

તેમણે અમેરીકા,યુરોપ,આફ્રીકા,કેનેડા, તુર્કી,સીંગાપુર,સેઓલ, હોંગકોંગ, પ્રાગ,શ્રીલંકા, નેપાળ, ઇરાન વગેરે જગ્યાએ સંશોધાત્મક લેકચર આપી ભારત અને ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરેલ છે.

ચર્મરોગ વિશેની ટેકસ બુકોમાં પણ તેમણે અનેક વિષયો ઉપર ચેપ્ટર લખેલ છે, તકે તેમણે સિફખાના, દશા શ્રીમાળી હોસ્પીટલ, એચ.જે.દોશી હોસ્પીટલ, લાયન્સ કલબ, રોટરી કલબ, સરગમ કલબ, ફેમીલી પ્લાનીંગ એસોસીએશન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરે સંસ્થાઓનો સેવાની તક આપવા માટે આભાર વ્યકત કરેલ. ઉપરાંત ચર્મરોગ નિષ્ણાંતોને અભિનંદન આપવા બદલ આભાર માનેલ છે.

અગાઉ તેમને અમેરીકન અકાદમી ઓફ ડેરમતોલોજી, રતનસિંહ એવોર્ડ, તેમજ રાજકોટ કલેકટર તરફથી પણ એવોર્ડ મળેલ છે.(.૩૧)

(4:14 pm IST)
  • ભુવનેશ્વરમાં ભાજપની મહિલા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ :ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ભાજપની મહિલા મોરચાની કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મારામારી :એક વાયરલ વીડિયોમાં બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી :પિપિલી ગેંગરેપ અને હત્યા કેસ મામલે વિરોધ પ્રદર્શન વેળાએ ઘર્ષણ access_time 12:53 am IST

  • BJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એલાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST

  • સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે :બસપાના સુપ્રીમો માયાવતી સહારનપુરથી ચૂંટણી લડવાની વાત નક્કી :બંને દળના નેતા સુરક્ષિત સીટની સાથે આઝમગઢ અને સહારનપુર બંને પસંદ કરી છે જેની અસર દૂર સુધી રહેશે access_time 1:19 am IST