Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

સંત કબીર રોડ પર ઝાડવા નીચે બેસી પત્તા ટીચી રહેલા છ શખ્સની ધરપકડ

બી-ડિવીઝન પોલીસના દારૂ-જુગારના દરોડોઃ ઠેર-ઠેર વાહન ચેકીંગઃ ભગવતીપરામાંથી દારૂ સાથે એક, પાણીના ઘોડા પાસે દારૂ પી વાહન હંકારતા એક પકડાયો

રાજકોટ તા. ૨૨: સંત કબીર રોડ પર જાહેરમાં ઝાડવા નીચે જૂગાર રમવા બેઠેલા   શખ્સોને બી-ડિવીઝન પોલીસે પકડી લીધા હતાં. ઉપરાંત દેશી દારૂ સાથે એક શખ્સને અને દારૂ પી વાહન હંકારતા એક શખ્સને પકડી લીધો હતો.

સંત કબીર રોડ પર ક્રિસ્ટલ કોમ્પલેક્ષ પાસે રોડની બાજુમાં ફૂટપાથ પર ઝાડ નીચે બેસી કેટલાક શખ્સો જૂગાર રમતાં હોવાની બાતમી મળતાં દરોડો પાડી વિનોદ બચુભાઇ મકવાણા (.૨૬-રહે. ભવાનીનગર રામનાથપરા), જયેશ બચુભાઇ રાઠોડ (.૩૩-રહે. સાધુ વાસવાણી રોડ એકલવ્યનગર સામે), આમદ ઇબ્રાહીમભાઇ મુરીમા (.૪૨-રહે. ગુ.હા. બોર્ડ કવાર્ટર કવાર્ટર નં. ૧૧૫૮ દુધસાગર રોડ), હુશેન અબ્બાસભાઇ પાવડરવાલા (.૪૫-રહે. ભગવતીપરા દત્તાત્રેય સ્કૂલ સામે), હારૂ હુશેનભાઇ જુણેજા (.૪૭-રહે ભગવતી સોસાયટી, જુણેજા મંજીલ) તથા રમેશ બીજલાભાઇ કુમરખાણીયા (.૫૪-રહે. મનહરપરા-)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૫૧૯૦ કબ્જે લેવાયા હતાં.

ઉપરાંત ભગવતીપરા રોડ પરથી યુનુસ હમીરભાઇ હાલા (સંધી) (.૪૨-રહે. રૂખડીયાપરા)ને ૧૫ લિટર દારૂ તથા રૂ. ૨૦૫૦ની રોકડ અને મોબાઇલ ફોન સાથે પકડી લેવાયો હતો. ઉપરાંત કુવાડવા રોડ ચામુંડા સોસાયટી-૨માં રહેતાં અનિલ નાનુદાસ અગ્રાવત (.૩૮)ને પાણીના ઘોડા પાસેથી જીજે૩બીજે-૬૩૪૪ નંબરનું બાઇક દારૂ પી હંકારીને નીકળતાં પકડી લીધો હતો.

ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલ અને પી.આઇ. એમ. આર. પરમારની રાહબરીમાં પીએસઆઇ એમ.એફ ડામોર, એએસઆઇ સુધાબેન પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, કોન્સ. એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા, કિરણભાઇ પરમાર, હંસરાજભાઇ ઝાપડીયા, કેતનભાઇ નિકોલા, હરપાલસિંહ વાઘેલા સહિતે કામગીરી કરી હતી.

મઇલો દારૂ મુકી ભાગી ગયો

જ્યારે -ડિવીઝનના રામગરભાઇ ગોસાઇ, હાર્દિકસિંહ સહિતે શાસ્ત્રી મેદાન પાસેથી રૂ. ૩૦૦નો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસને જોઇ મહેશ ઉર્ફ મઇલો લક્ષમણ સોલંકી ભાગી ગયો હતો.

દારૂ પી વાહન હંકારતા ત્રણ પકડાયા

કોઠારીયા હુડકો ચોકડી પાસે રહેતો સંદિપ કિશોરભાઇ સાથલીયા (.૨૮) દારૂ પી બાઇક નં. જીજે૩કેઇ-૧૦૮૪ હંકારી તરઘડીયાના પાટીયેથી નીકળતાં પીએસઆઇ વી.પી. આહિર, મનિષ ચાવડા સહિતે પકડ્યો હતો. જ્યારે ન્યુગણેશ સોસાયટીના કિશોર કાનજીભાઇ મકવાણા (.૩૮) દારૂ પી જીજે૩કેએફ-૧૨૭૩ નંબરનું બાઇક હંકારી કોઠારીયા રોડ રણુજા મંદિરથી આગળ શ્રીહરિ મોલ પાસેથી હેડકોન્સ. કનકસિંહ સોલંકી અને શૈલેષભાઇએ પકડ્યો હતો. જ્યારે મુળ લોધીકાના પાળ પીપળીયાનો સુરેશ માંડાભાઇ જુંજા (.૨૦) દારૂ પી રિક્ષા નં. જીજે૧એવી-૭૦૭૭ હંકારીને ગોંડલ રોડ ચોકડી પાસેથી નીકળતાં ટ્રાફિક શાખાના જય મકવાણાએ કાર્યવાહી કરી હતી.

રેખા દારૂ સાથે પકડાઇ, ગુલાબ ભાગી ગઇ

મનહરપુર-૨માંથી રેખા રમેશભાઇ સરવૈયાને રૂ. ૩૦૦ના દારૂ સાથે હેડકોન્સ. હરેશભાઇ પરમાર, કોન્સ. ધર્મરાજસિંહ સહિતે પકડી હતી. જ્યારે ગોવાણી છાત્રાલય પાછળ ઝૂપડામાં તાલુકા પોલીસના જેન્તીભાઇ રાઠોડ અને હિરેનભાઇએ દરોડો પાડી રૂ. ૧૦૦નો દારૂ જપ્ત કર્યો હતો, ગુલાબ અજુ માથાસુરીયા ભાગી ગઇ હતી. (૧૪.)

 

(4:14 pm IST)
  • વીજ મીટરના ભાડા ઉપર લેવાતો ૧૮ ટકા જીએસટી રદ્દઃ હાઇકોર્ટનો ચૂકાદો : જોકે આ વર્ષથી આખા ગુજરાતમાં વીજતંત્રે મીટરનું ભાડુ લેવાનું બંધ કરી દીધુ છે : ટોચના અધિકારીઓએ આપેલો નિર્દેશ access_time 4:15 pm IST

  • રેલ્વેમાં મુસાફરી કરતી વખતે હવે નહી પડે મુશ્કેલી : વેઇટિંગ ટિકીટ હશે તો પણ મળશે કન્ફર્મ ટિકીટ: ભારતીય રેલવેના નિયમમાં મોટો ફેરફાર :હવે ટ્રેનમાં મુસાફરી કરતા RAC અને વેઇટિંગ ટિકિટ ગ્રાહકોને કન્ફર્મ ટિકિટ સરળતાથી મળશે:રેલવેએ નવી સેવા શરૂ કરી:રેલવેએ દેશભરના ટિકિટ ચેકરોને એક ટેબલેટ આપ્યું :હવે ચાલતી ટ્રેનમાં સીટની ઉપલબ્ધતાને જોઇને રિયલ ટાઇમ બેસિસ પર જાણકારી અપડેટ કરી શકશે access_time 12:55 am IST

  • લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ વિમાન અને હેલીકૉપટર બુક કરાવી લીધા :કોંગ્રેસને કરવો પડે છે સંઘર્ષ :કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે તમામ વિમાનો અને હેલીકૉપટરનું બુકીંગ કરાવી લેતા કોંગ્રેસ વિમાન અને હેલીકૉપટર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે access_time 1:18 am IST