Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કાલે ભરવાડ સમાજના સમુહલગ્નઃ ૩૮ યુગલો જોડાશે

પારીજાત પાર્ટી પ્લોટમાં પૂ. ઘનશ્યામપુરી બાપુની ઉપસ્થિતિમાં મંગલ અવસરઃ તૈયારીઓને આખરી ઓપ

રાજકોટ, તા., રરઃ સમાજ વ્યવસ્થાના ભાગરૂપે ઓછા ખર્ચે લગ્ન સારી રીતે સંપન્ન થઇ શકે તેવા સમુહલગ્ન  બાબતે ભરવાડ સમાજમાં ખુબ જાગૃતી આવી છે. ગોપાલક   સમુહલગ્ન સમીતીના નેજા હેઠળ રાજકોટમાં   કાલે તા.ર૩--ર૦૧૯ના ર૧ માં સમુહલગ્ન યોજાઇ રહયા છે. જેમાં ભરવાડ સમાજના  ધર્મગુરૂ મહામંડલેશ્વર પરમપૂજય ઘનશ્યામપુરી બાપુ સહીતના સંતો-મહંતો અને સમાજના શ્રેઠીઓની ઉપસ્થિતિમાં ૩૮ નવયુગલો પ્રભુતામાં પગલા માંડનાર છે.

પ્રસંગે અંદાજે ૩પ થી ૪૦ હજારની જનમેદની ઉમટશે. પારીજાત પાર્ટી પ્લોટની બાજુમાં દ્વારકાધીશ હાઇટસ સામેના ગ્રાઉન્ડમાં ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે  સમુહલગ્નના દિવસે રકતદાન કેમ્પ તેમજ વ્યસનમુકિત કુંભમાં યુવાનો વ્યસનની આહુતી આપશે. પૂ.ઘનશ્યામપુરી બાપુને અલ્હાબાદ ખાતે મહાકુંભમાં સંતો-મહંતોએ મહામંડલેશ્વરની પદવી એનાયત કરી છે. શિક્ષણ અને સમાજના કુરીવાજો નાબુદ કરવાના હીમાયતી ઘનશ્યામપુરી બાપુની હાજરીમાં જયારે સમુહલગ્ન યોજાઇરહયા છે. દિકરીઓને કરીયાવરમાં સોના-ચાંદીની વસ્તુઓ, કબાટ, પથારી સેટ, કટલેરીસેટ ઉપરાંત જીવનજરૂરી ચીજવસ્તુઓ સમાજ તરફથી આપવામાં આવશે.

સમુહલગ્નને સફળ બનાવવા રાજુભાઇ નોંધાભાઇ જુંજા, ભીખાભાઇલક્ષ્મણભાઇ પડસારીયા, હિરાભાઇ ઉકાભાઇ બાંભવા, નારણભાઇ ચનાભાઇ ટારીયા, બીજલભાઇ રામજીભાઇ ટારીયા,લીંબાભાઇ ખેંગારભાઇ માટીયા, રમેશભાઇ તેજાભાઇ જુંજા, મનુભાઇ બચુભાઇ બાંભવા, ડાયાભાઇ ફકીરાભાઇ રાતડીયા, હમીરભાઇ વેરસીભાઇ ટોળીયા, નાગજીભાઇ જીણાભાઇગોતર, રાજુભાઇ મેપાભાઇ ટોયટા, હરેશભાઇ મૈયાભાઇ ઝાપડા, ગોપાલભાઇનરશીભાઇ ગોલતર, પ્રકાશભાઇ કુવરાભાઇ ઝાપડા, ગોપાલભાઇ મનુભાઇ સરસીયા, રાજુભાઇ ઘેલાભાઇ ઝાપડા, રૈયાભાઇ વેલાભાઇ ઝાપડા, નારણભાઇ માંડણભાઇ વકાતર, ધીરજભાઇ મુંધવા, પરેશભાઇ સોરીયા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે. (.)

 

(4:12 pm IST)