Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

શિક્ષક સજ્જતા શિબિર

 દ્રોણા ફાઉન્ડેશન અને સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે રાજકોટ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની એક શિક્ષક સજ્જતા શિબિર યોજવામાં આવી. જેમાં તજજ્ઞ તરીકે પધારેલ સુવિખ્યાત કેળવણીકાર અને સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના સંસ્થાપક ગુલાબભાઇ જાનીએ શિક્ષણ પદ્ધતિ પર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ડો. પ્રદિપભાઇ જોબનપુત્રાએ ટેકનોલોજી અને એજયુકેશન પર પ્રેઝન્ટેશન આપેલ. ગુલાબભાઇ જાની અને પૂર્વ ડી... શ્રી નાગાણી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં ડો. વિમલભાઇ ભટ્ટ દ્વારા લખાયેલા પુસ્તક '' ભારતીય શિક્ષણનો ઇતિહાસ'' પુસ્તકનું વિમોચન મહેમાનોના હસ્તે કરાયું હતું. કાર્યક્રમમાં પ્રતિકભાઇ જોષી તથા મનીષભાઇ પંડયા દ્વારા 'ટીચર કાઉન્સીલ સોસાયટી'ની રચના કરવામાં આવી હતી. જેમાં આવનારા તમામ શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આગામી સમયમાં સોસાયટી દ્વારા શિક્ષણના વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવશે.(.૨૬)

(4:11 pm IST)
  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • ભુવનેશ્વરમાં ભાજપની મહિલા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ :ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ભાજપની મહિલા મોરચાની કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મારામારી :એક વાયરલ વીડિયોમાં બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી :પિપિલી ગેંગરેપ અને હત્યા કેસ મામલે વિરોધ પ્રદર્શન વેળાએ ઘર્ષણ access_time 12:53 am IST

  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST