Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

જમીન અધિકાર ઝુંબેશ દ્વારા કાલે કલેકટર કચેરી સામે ધરણા

રાજકોટ તા. ૨૨ : જમીન અધિકાર ઝુંબેશ દ્વારા 'જમીન તો જોઇશે ' નારા સાથે રાજયભરમાં લડતના મંડાણ કરાયા છે. તેના ભાગરૂપે કાલે તા. ૨૩ ના કલેકટર કચેરી સામે ધરણા કાર્યક્રમ હાથ ધરાયો છે. અનુ.જાતિ, અનુ.જનજાતિ, પછાતવર્ગને મળવાપાત્ર જમીનના પ્રશ્નોના નિરાકરણ અર્થે કાલે સવારે ૧૧ વાગ્યે હાધ ધરાનારા ધરણા પ્રદર્શન અને દેખાવોમાં પછાતવર્ગના સભ્યોએ ઉમટી પડવા અનુરોધ કરાયો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જમીન અધિકાર ઝુંબેશના અર્જુનભાઇ ચૌહાણ, દેવેન વાછાણી, ડો. જયંતિ માંકડીયા, ડો. પ્રકાશ ચાવડા, એડવોકેટ ભરત વાળા, સતીષ સાગઠીયા, કરશનભાઇ રાઠોડ, પંકજકુમાર ચુડાસમા, અશ્વિનભાઇ ચૌહાણ, જીવણ ખુમાણ, હીરાલાલ પરમાર, મુકેશ વાઘેલા, રાજુભાઇ સાગઠીયા, જયંતિભાઇ સોલંકી, ગીતાબેન રાઠોડ, નરેશ સોલંકી, રમેશભાઇ ચાવડા, નવનીત ચૌહાણ, અજય સારીખડા, ગીરીશભાઇ પરમાર, પ્રવિણ સોલંકી, જયંતિ રાઠોડ, તુલશીભાઇ મકવાણા, ઓબીસી સમાજના નવલદાન ગઢવી, રમેશ મુંજા, વિજય મેર, ભીખાભાઇ પાડસરીયા, નારણભાઇ વકાતર, દિનેશભાઇ રબારી, રાજુભાઇ ઝાંપડા, કવાભાઇ સોહલા, ભગવાનજીભાઇ બીન, આદીવાસી સમાજના કેતન બારીયા, સાજીદ ખેતાણી, પાયલ રાઠવા વગેરે જહેમત ઉઠાવી રહ્યાનું જમીન અધિકાર ઝુંબેશના સૌરાષ્ટ્ર પ્રભારી અર્જુનભાઇ પી. ચૌહાણ (મો.૮૦૦૦૮ ૭૭૦૭૦) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.)

રાજકોટ જીલ્લામાં ચૂકવાયેલ કૃષિ ઇનપુટ સહાય : ૪પ કરોડ પર હજાર ખેડૂતોને ચૂકવાયા

રાજકોટ : રાજકોટ કલેકટર તંત્ર દ્વારા પર હજાર ખેડૂતોને કૃષિ ઇનપુટ સહાય ચૂકવાઇ છે તે મુજબ જાહેર થઇ છે.

તાલુકો  ખેડૂતોની સંખ્યા             ચૂકવાયેેલ  કૃષિ ઇનપુટ            સહાય રકમ રૂ. લાખમાં

જેતપુર  ,૮૩૦૦           ૧૬ કરોડ

ગોંડલ     ,૦૦૦           કરોડ ૩૬ લાખ

કોટડાસાંગાણી    ૧૩,૦૦૦           ૧૦ કરોડ

જસદણ    ,૦૦૦          કરોડ

ધોરાજી     ,૪પ૦          કરોડ ૮૪ લાખ

ઉપલેટા       ૬૦૦           કરોડ

પડધરી    ,૧૪૦          ૧ર કરોડ

વિંછીયા    ,૦૦૦          કરોડ

            ----------            ---------

              પર,પ૦૦        કુલ ૪પ કરોડથી વધુ

(4:10 pm IST)
  • ભુવનેશ્વરમાં ભાજપની મહિલા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ :ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ભાજપની મહિલા મોરચાની કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મારામારી :એક વાયરલ વીડિયોમાં બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી :પિપિલી ગેંગરેપ અને હત્યા કેસ મામલે વિરોધ પ્રદર્શન વેળાએ ઘર્ષણ access_time 12:53 am IST

  • રેલ્વેમાં મુસાફરી કરતી વખતે હવે નહી પડે મુશ્કેલી : વેઇટિંગ ટિકીટ હશે તો પણ મળશે કન્ફર્મ ટિકીટ: ભારતીય રેલવેના નિયમમાં મોટો ફેરફાર :હવે ટ્રેનમાં મુસાફરી કરતા RAC અને વેઇટિંગ ટિકિટ ગ્રાહકોને કન્ફર્મ ટિકિટ સરળતાથી મળશે:રેલવેએ નવી સેવા શરૂ કરી:રેલવેએ દેશભરના ટિકિટ ચેકરોને એક ટેબલેટ આપ્યું :હવે ચાલતી ટ્રેનમાં સીટની ઉપલબ્ધતાને જોઇને રિયલ ટાઇમ બેસિસ પર જાણકારી અપડેટ કરી શકશે access_time 12:55 am IST

  • જેતપુરમાં એક્ટિવા સવાર કોલેજની વિદ્યાર્થિનીનું ટ્રક અડેફેટે કરૂણમોત : જુનાગઢ રોડ પર એક્ટિવા લઇને જતી વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતાઘટના સ્થળે જ મોત : બંશી નામની વિદ્યાર્થીનીના જન્મ દિવસે જ મોત થતા જન્મદિવસની ઉજવણી માતમમાં બદલાઈ access_time 1:01 am IST