Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

લોકસભા ચૂંટણીઃ ૨૪મીથી કલેકટર કચેરીમાં જીલ્લાનો કન્ટ્રોલ રૂમઃ ફેકસ-ટોલ ફ્રી નંબર-ઈન્ટરનેટ સહિતની સુવિધા

મતદારયાદીની ફાઈનલ પ્રસિદ્ધિ ૩૧મીએઃ સ્ટાફની નિમણૂંક શરૃઃ મામલતદાર મુકવાના બાકીઃ આચારસંહિતા માટે રાજકોટ-રૂડા વિસ્તારમાં આરએમસીના જાડેજા મુકાયાઃ કાલે મુખ્ય ચૂંટણી અધિકારીની ઓલ કલેકટર સાથે વીસી

રાજકોટ, તા. ૨૨ :. કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે પત્રકારોને જણાવ્યુ હતુ કે, આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ રૂ કરી દેવાઈ છે. ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ આગામી ૨૪મીથી કલેકટર કચેરીમાં ત્રીજા માળે અદ્યતન જીલ્લાનો કંટ્રોલ રૂ રૂ થઈ જશે, જે ૨૪ કલાક કાર્યરત રહેશે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે, કંટ્રોલ રૂમમાં ફેકસ, ટોલ ફ્રી નંબર, ઈન્ટરનેટ, કોમ્પ્યુટર ઓપરેટરો, ટેલીફોન, ફર્નિચર સહિતનો મોર્ડન કંટ્રોલ રૂ બની રહેશે. મતદાર યાદી અંગે તેમણે કહ્યું કે, ૩૧મીએ ફાઈનલ પ્રસિદ્ધિ થશે. સ્ટાફની નિમણૂંક થઈ રહી છે. કોટડા-જેતપુર સહિતના તાલુકામાં એઆરઓની નિમણૂંક એટલે કે મામલતદારો હવે મુકાશે.

આવી ગયેલા ૨૬૦૦ જેટલા વીવીપેટ અંગે તેમણે ઉમેર્યુ હતુ કે એફએસસીની રૂઆત કરી દેવાઈ છે. એન્જીનીયરો મારફત ચકાસણી ચાલુ છે, ૧૮ નોડલ ઓફિસરો પણ નિમાઈ ગયા છે. આચારસંહિતા અંગે તેમણે ઉમેર્યુ હતુ કે રાજકોટ શહેર અને રૂડા વિસ્તારમાં આરએમસીના જાડેજાની નિમણૂંક કરાઈ છે. તેમજ તમામ વિધાનસભા વિસ્તારમાં ૧૫૦ અધિકારીઓની નિમણૂંક કરી સેકટર મેજી.ના પાવર અપાશે. આવતીકાલે તમામ મુદ્દે બપોરે ૧૧.૩૦ કલાકે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની રાજ્યના રાજકોટ સહિત તમામ કલેકટરો સાથે વીસી યોજાઈ છે, જેમા તૈયારીની સમીક્ષા થશે.(-૨૩)

(4:10 pm IST)