Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

આજે સાંજે રઘુવંશી નાતજમણઃ જાહેર આમંત્રણ

વીરદાદા જશરાજનગરમાં લાખો ભાવિકો પ્રસાદ ગ્રહણ કરશેઃ થેલેસેમીયા ટેસ્ટ સાથે થેલેસેમીયા મુકત સમાજની દિશામાં નિર્ણાયક કદમઃ રકતદાન કેમ્પમાં રકતદાતાઓ કરશે રકતદાન

રાજકોટ, તા. ૨૨ : આજે પૂ.શ્રી વીરદાદા જશરાજજીનો શૌર્યદિન છે. રેસકોર્ષના મેદાનમાં લાખો રઘુવંશીઓ એકસાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. સાથોસાથ નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટ અને રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

પ્રસંગે અંધમહિલા વિકાસગૃહની બહેનો અને ઢોલરા સ્થિત દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના વડીલો પણ મહાપ્રસાદ ગ્રહણ કરશે. સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. પરેશભાઈ વિઠલાણીની ટીમ વોકીટોકીથી સજજ રહેશે. વાહનોની પાર્કિંગની વ્યવસ્થા કોર્પોરેટરશ્રી અતુલભાઈ રાજાણીના શીરે મુકવામાં આવેલ છે. લાઈવ ટેલીકાસ્ટ સીટી ન્યુઝના નિતિનભાઈ નથવાણી દ્વારા જબરદસ્ત કરાઈ છે.

ગતરાતે ૨૫૦૦ કાર્યકર્તાની હાજરીમાં રઘુવંશી પરિવાર દ્વારા તૈયારીરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પુર્વ મેયર રઘુવંશી આગેવાન જનકભાઈ કોટક, વી.એચ.પી.ના રાજકોટ શહેર અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલિયા, હશુભાઈ ચંદારાણા, કૌશિકભાઈ માનસતા, પરેશભાઈ વિઠલાણી, ગોપાલભાઈ અનડકટ રાજકોટના સેવાભાવી માતૃ સમાન કુંદનબેન રાજાણી તથા સમ્રગ મીટીંગનું સંચાલન તથા માર્ગદર્શન શ્રી પ્રતાપભાઈ કોટકએ કરેલ હતું.

નાત જમણમાં સીનિયર સીટીઝન માટે સુંદર મંડપની અંદર ટેબલ ખુરશી ઉપર બેસાડીને પ્રસાદ આપવાની અલદાયી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

જ્ઞાતિ જમણની સાથે સમાજના યુવકયુવતી માટે નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. થેલેસેમિયા ટેસ્ટ માટે રૂપિયા ૧૦૦ ડીપોઝીટ પેટે લેવામાં આવશે. જે રિપોર્ટ લેવા આવે ત્યારે ડીપોઝીટની પૂરેપૂરી રકમ પરત આપવામાં આવશે.

આજે સાંજે યોજાએલ નાત જમણના કાર્યક્રમમાં રઘુવંશી પરિવાર મહિલા મંડળ દ્વારા સાસ્કૃંતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં મહિલા મંડળના હોદેદારો, ચેરમેન મનિષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, રૂલતાબેન ચંદારાણા, વા. ચેરમેન શીતલબેન બુઘ્ધદેવ, પ્રમુખ પ્રિતીબેન પાંઉ, . પ્રમુખ શોભનાબેન બાટવીયા, મંત્રી જાગૃતીબેન ખીમાણી, સહ મંત્રી કિરણબેન કેસરીયા તથા ગાંધીગ્રામ રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ કમલાબેન ભાગ્યોદય  જહેમત ઉઠાવી રહ્યા છે.

નાત જમણના કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક માસ થી તૈયારી રૂપે સમાજના શ્રેષ્ટીઓ દ્વારા માર્ગ દર્શન માટે શ્રી નવિનભાઈ ઠકકર, શ્રી સુરેશભાઈ ચંદારાણા, શ્રી મનુભાઈ જોબનપુત્રા, શ્રી જનકભાઈ કોટક, શ્રી શાંતુભાઈ રૂપારેલીયા, શ્રી હસુભાઈ ચંદારાણા, ડો. નિશાંત ચોટાઈ, શ્રી સુરેશભાઈ ગોળવાળા, શ્રી નરેન્દ્રભાઈ પોપટ, શ્રી નરેન્દ્રભાઈ પુજારા, શ્રી ચંદુભાઈ રાયચુરા(મામા), શ્રી દોલતભાઈ ગાદેશા, શ્રી નટુભાઈ કોટક, શ્રી હરેશભાઈ દાવડા, શ્રી ભરતભાઈ જલીયાણ, શ્રી અશ્વિનભાઈ બગડાઈ, તમામ શ્રેષ્ટીઓ દ્વારા યુવા ટીમને માર્ગદર્શન પુરૂ પાડેલ.

નાત જમણના ઉદ્કધાટન થી લઈને ભોજન તથા નાસ્તાની વ્યવસ્થા કરણપરા ચોક અંબિકા ગરબી મંડળના પ્રમુખશ્રી કિરીટીભાઈ પાંધી તથા શ્રી ગીતાબેનની ટીમ દ્વારા બનાવવામાં આવેલ. નાત જમણના કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી હસુભાઈ ભગદેવ, શ્રી પ્રતાપભાઈ કોટક, શ્રી પરેશભાઈ વિઠ્ઠલાણી, શ્રી જેષ્ટારામભાઈ ચતવાણી, શ્રી શૈલેષભાઈ પાબારી, શ્રી રાકેશભાઈ પોપટની દેખરેખ હેઠળ યોજના બંધ જહેમત ઉઠાવેલ છે.(૩૦.૧૦)

હજાર કિલો રીંગણા, હજાર કિલો કોબીચ, ૫૦૦ કિલો ગાજર, સહિતના ઢગલા સામગ્રીનો ઉપયોગ

જ્ઞાતિજમણ મહાપ્રસાદમાં અંદાજીત બે લાખથી વધુ રઘુવંશીઓ પ્રસાદ લેશે, મહાપ્રસાદમાં ,૦૦૦ કિ. ગ્રા. ખાંડ, ,૦૦૦ કિ. ગ્રા. બેસન, ,૦૦૦ કિ. ગંા. ધંઉનો લોટ, ,૦૦૦ કિ. ગ્રા. ધોરવું, ર૦ ટન કાષ્ટ, ૭પ૦ કિ. ગંા. શુઘ્ધ ધી, ૩૦૦ ડબા તેલ, ,પ૦૦ કિ. ગ્રા. ખીચડી, રપ૦ કિ. ગ્રા. ડ્રાયફુટ, ૩૦૦ કિ. ગ્રા. મરચા પાવડર, ૧૦૦ કિ. ગ્રા. હળર, પ૦ કિ. ગ્રા. ધાણાજીરૂ, ર૦૦ ગુણી બટેટા, ૧૦૦૦ કિ. ગ્રા. રીંગણા, ૧૦૦૦ કિ. ગ્રા. કોબીચ, ર૦૦ કિ. ગ્રા. લીલ મરચાં, પ૦૦ કિ. ગ્રા. ગાજર, હિંગ તેમજ ગરમ મસાલા વિગેરે સામગ્રી ઉપયોગમાં થશે.(૩૦.૧૦)

 

(4:09 pm IST)
  • BJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એલાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST

  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST

  • પ્રયાગરાજના કુંભમેળામાં 'પોષ પૂર્ણિમા'ના પાવન પ્રસંગે 1 કરોડથી વધુ ભાવિકોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી:કુંભ મેળાના આયોજક અધિકારી કિરણ આનંદે કહ્યું કે કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના પ્રસંગે 1 કરોડ 7 લાખ લોકોએ સ્નાન કર્યું હતું access_time 1:13 am IST