Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

'ફઈની દીકરીના લગ્ન બાબતે ફોન નંબર કેમ ન આપ્યા ?' કહી સંજયસિંહ તલાટીયા પર હુમલો

રૈયાધાર મફતીયા સામે બનાવઃ કૌટુંબીક ભાઈ કિશનસિંહ ઉર્ફે કાનો તલાટીયા સામે ગુનો

રાજકોટ, તા. ૨૨ :. રૈયાધાર મફતીયાપરા નવા બાર માળીયા સામે ફઈની દીકરીના લગ્ન બાબતે યુવાન પર પીતરાઈ ભાઈએ તલવારથી હુમલો કરતા ફરિયાદ થઈ છે. મળતી વિગત મુજબ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર રાધાક્રિષ્ણ સોસાયટી બ્લોક નં. ૩૮માં રહેતા સંજયસિંહ અભયસિંહ તલાટીયા (.. ૩૨) રાત્રે રૈયાધાર મફતીયાપરા નવા બાર માળીયા કવાર્ટરની સામે હતા ત્યારે તેના કાકાના દીકરા કિશનસિંહ ઉર્ફે કાનો બહાદુરસિંહ તલાટીયાએ તેની પાસે આવી 'મને ફઈની દીકરીના લગ્ન બાબતે ફોન નંબર કેમ આપેલ નહીં ?' તેમ કહી ઝઘડો કરી સંજયસિંહને ઢીકાપાટુનો માર મારી તલવાર વડે હુમલો કરી ઈજા કરી હતી. બનાવ અંગે સંજયસિંહ તલાટીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. બોઘાભાઈએ  તપાસ હાથ ધરી છે.(-૨૪)

(4:07 pm IST)