Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વોર્ડ નં. ૧ નાં બે મફતીયાપરામાંથી અ... ધ... ધ...૩૭ ભૂતીયા નળ ઝડપાયા

ઇન્દીરા આવાસ અને શાસ્ત્રીનગરમાં વોટર વર્કસની ચેકીંગ સ્કવોડનાં દરોડામાં જબ્બરી પાણી ચોરીનું કારસ્તાન છતુ

રાજકોટ તા. રર :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ડાયરેકટ પમ્પીંગ ત્થા ભૂતીયા નળ દ્વાર થતી પાણી ચોરી અટકાવવા ખાસ ચેકીંગ ઝૂંબેશ રૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે વોર્ડ નં. માં બે મફતીયાપરા વિસ્તારમાંથી એકી સાથે ૩૭ જેટલા ભૂતીયા નળ ઝડપી લેવાતાં પાણી ચોરીનું જબરૂ કારસ્તાન છતુ થયું છે.

અંગે વોટરવર્કસ વિભાગથી સતાવાર યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃતિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા તારીખઃ ૨૨--૨૦૧૯ના રોજ શહેરના વોર્ડ નં.૧માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન ૩૭ ગેરકાયદેસર નળ કનેકશન કરતા આસામીઓ પકડાયેલ અને નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા.

વોર્ડ નં.૧માં આવેલ ઇન્દીરાનગર આવાસ યોજના અને રૈયા રોડ પર આવેલ શાસ્ત્રીનગર મફતિયાપરામાં ચેકિંગ દરમ્યાન ૩૭ આસામીઓને ત્યાંથી ગેરકાયદેસર નળ કનેકશન મળી આવેલ હતા. મળેલ તમામ નળ કનેકશનને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કપાત કરવામાં આવ્યા હતા. (-ર૭)

(4:05 pm IST)