Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ઘરે-ઘરેથી કચરો ઉઘરાવવા વધુ ૧૦૦ ટીપરવાન ખરીદાશે

ટીપરવાન મોડી આવવા અને નહી આવતા હોવાની ફરિયાદો નિવારવા ૪.૯૮ કરોડના ખર્ચે નવા ટીપરવાનો ખરીદવા સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્તઃ કાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં ૩પ દરખાસ્તોઃ આચારસંહીતાને કારણે દરખાસ્તો પેન્ડીંગ રહેશે

રાજકોટ તા. રર :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતાનું પ્રમાણ હજૂ વધુ સુદૃઢ બનાવવા ઘરે - ઘરેથી કચરો એકત્રીત કરવાની કામગીરીને નિયમીત બનાવવા માટે વધુ ૧૦૦ જેટલી ટીપરવાન (કચરા ગાડી) ખરીદવા નિર્ણય લેવાયો છે. અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત પણ રજૂ કરાઇ છે.

અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીનાં એજન્ડામાં ૧પ નંબરની દરખાસ્તમાં જણાવાયું છે કે 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત શહેરમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે રૂ. .૯૮ કરોડનાં ખર્ચે ૧૦૦ નંગ મીની ટીપરવાન ખરીદવા અંગે નિર્ણય લેવા બાબત.

નોંધનીય છે કે હાલમાં અનેક ટીપરવાન ખખડધજ થઇ ગયાની ફરીયાદો છે. પરિણામે અનેક વિસ્તારોમાં ટીપરવાનો જતી નથી. અને આવા  વિસ્તારોમાં ગંદકી ફેલાય છે. ત્યારે હવે નવી ૧૦૦ નંગ ટીપરવાન ખરીદીને સ્વચ્છતાનું પ્રમાણ વધુ સુદૃઢ બનાવવા તંત્રએ કમ્મર કસી છે.

ઉપરાંત કાલની સ્ટેન્ડીંગ કમીટીમાં રેસકોર્સમાં આવેલ ક્રિકેટ સ્ટેડીયમમાં નવુ ઘાસ ઉગાડવા માટે પ૦ લાખનો કોન્ટ્રાકટ સોમનાથ  એજન્સીને આપવા અંગે જલારામ  () માં જયોતિબેન દિપકભાઇ ફટાણીયાને ૯૯ ચો. મી. જમીન રૂ. ૪૦ હજાર પ્રતિ ચો. મી.નાં બજાર ભાવની ભરતી ભરણીમાં આપવા બાબતે, પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં  હેમાદ્રી બબૂના જાણીતાં વાંદરા માટે પીંજરૂ બનાવવા સહિત, પાણી, ગટર, સહિતનાં વિકાસ કામોની કુલ ૩પ દરખાસ્તોનો સમાવેશ છે. જો કે પેટા ચૂંટણીની આચારસંહીતાને કારણે કાલથી સ્ટેન્ડીંગ કમીટીની તમામ  દરખાસ્તો પેન્ડીંગ રખાશે. (-ર૬)

(4:02 pm IST)