Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ડી.એચ. કોલેજમાં બે જૂથ વચ્ચે માથાકુટઃ બે ઘવાયા

રાજકોટ તા. ૨૨: શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહજી (ડી.એચ.) કોલેજ ખાતે બપોરે છાત્રોના બે જૂથ વચ્ચે ધમાલ થયાના મેસેજ સોશિયલ મિડીયામાં વહેતા થતાં પોલીસ દોડી ગઇ હતી. જો કે પોલીસ પહોંચી ત્યારે કોઇ હાજર મળ્યું નહોતું.

જાણકારોમાં થતી ચર્ચા મુજબ કોલેજના જ બે છાત્રો વચ્ચે કોઇ બાબતે ચડભડ થયા બાદ એક છાત્રએ બહારના લોકોને જાણ કરતાં હથીયારો સાથે કેટલાક શખ્સો ધસી આવ્યા હતાં અને ધબધબાટી થઇ હતી. પથ્થરોના ઘા પણ થયાનું અને એકાદ-બેને ઇજા થયાનું પણ કહેવાય છે. દરમિયાન જાગનાથ પ્લોટમાં રહેતાં નિલેષ રણછોડભાઇ સાંગડીયા (ભરવાડ) (ઉ.૨૧) તથા રોહિત વલુભાઇ સાંગડીયા (ઉ.૧૮) બપોરે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં દાખલ થયા છે. તેણે પોતે બપોરે અઢી વાગ્યે ડી.એચ. કોલેજમાં હતાં ત્યારે માર મારવામાં આવ્યાનું જણાવતાં એ-ડિવીઝનમાં એન્ટ્રી નોંધાવાઇ છે.

નિલેષ અને રોહિતના કાકાના દિકરા મેહુલના ભાઇબંધ કે જે કોલેજમાં ભણે છે તેને માથાકુટ થતા બંને ત્યાં ગયા હતાં અને હુમલો થયો હોવાનું કહેવાય છે.

(4:01 pm IST)
  • બિહારની બેટીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકે શપથ: જય હિંદનો સૂત્રોચ્ચાર કર્યા : બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની : ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા હતા access_time 1:13 am IST

  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • વીજ મીટરના ભાડા ઉપર લેવાતો ૧૮ ટકા જીએસટી રદ્દઃ હાઇકોર્ટનો ચૂકાદો : જોકે આ વર્ષથી આખા ગુજરાતમાં વીજતંત્રે મીટરનું ભાડુ લેવાનું બંધ કરી દીધુ છે : ટોચના અધિકારીઓએ આપેલો નિર્દેશ access_time 4:15 pm IST