Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

રૈયા ચોકડી અંબિકા કોમ્પલેક્ષની ૭૦ દુકાનો જપ્ત કરાશે

બાકી વેરો વસુલવા કોર્પોરેશનની કડક વસુલાત ઝુંબેશ : ૧૫૦થી વધુ મિલ્કતોને જપ્તીની નોટીસ ફટકારાઇ

રાજકોટ, તા. ૨૨: મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નો બાકી વેરો વસુલવા વિવિધ વિસ્તારમાં મિલ્કત સીલ, જપ્તિની નોટીસ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કાર્યવાહી દરમ્યાન રૈયા ચોકડી પાસે આવેલ અંબીકા કોમ્પલેક્ષ સહિતના વિવિધ વિસ્તારમાં  ૧૫૦થી વધુ બાકી મિલ્કતોનો વેરો વસુલવા મિલ્કત ટાંચ-જપ્તિની નોટીસ ફટકારવામાં આવી હોવાનું કોર્પોરેશનની વેરા શાખાનાં આસી.મેનેજરની યાદીમાં જણાવાયુ હતુ.

અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે મુજબ છે.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા વોર્ડ નં. માં રૈયા ચોક પાસે આવેલ અંબીકા કોમર્શિયલ કોમ્પલેકસમાં ગ્રાઉન્ડ ફલોર તેમજ ફ્ર્સ્ટ ફલોર પર આવેલ દુકાન નં. , , થી , ૧૧ થી ૧૫, ૧૬/, ૧૭/, ૧૮ થી ૨૨, ૨૫, ૩૪, ૩૬, ૩૮ થી ૪૬, ૫૧, ૫૪, ૫૫, ૫૭ થી ૬૨, ૬૪, ૬૫, ૬૮, ૬૯, ૧૧૧, ૧૧૨, ૧૧૪ થી ૧૧૬, ૧૨૫ થી ૧૩૫, ૧૩૭ થી ૧૪૦, ૧૫૫ થી ૧૫૯ એમ કુલ મળી ને અંદાજિત ૭૦ દુકાનોને ધી બી.પી.એમ.સી. એકટની કલમ નં. ૪૫/ હેઠળ  મિલ્કત ટાંચ/ જપ્તિ ની નોટીસ બજવેલ છે ઉપરાંત વોર્ડ નં. ૧૧ માં અને વોર્ડ નં. ૧૨ માં ૧૪ મિલ્કતો માટે ધી બી.પી.એમ.સી. એકટની કલમ નં. ૪૫/ હેઠળ  મિલ્કત ટાંચ/ જપ્તિ ની નોટીસ બજવેલ છે.

આજ રોજ અંદાજિત ૮૮ મિલ્કતોને ટાંચ/ જપ્તિ ની નોટીસ બજવવામાં આવેલ છે તેમજ અન્ય મિલ્કતોમાંથી રકમ રૂ. ૧૨ લાખની વસુલાત કરવામાં આવેલ છે.

કામગીરી સહાયક કમિશનરશ્રી (વેસ્ટ ઝોન) ના માર્ગદર્શન હેઠળ, લગત વોર્ડ નાં આસી. મેનેજરશ્રીઓની સુચનાનુસાર ટેકસ ઇન્સપેકટર ગિરિશભાઇ બુધ્ધદેવ, હિતેષ મહેતા, નિલરત્ન પંડ્યા, જે.બી.પાતળિયા તેમજ રિકવરી કલાર્ક દેવાભાઇ રાઠોડ, રાજેશ નૈયા અને વિપુલ કમેજળિયા દ્વારા કરવામાં આવી.

ઇસ્ટ ઝોન

વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકત વેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. , , , ૧૫, ૧૬, ૧૮ની ટીમ દ્વારા કાર્યવાહી કરતા ૨૧ મિલ્કતોને જપ્તી વોરન્ટ બજાવેલ છે. જ્યારે જપ્તી વોરંટ બજાવવાની કાર્યવાહી કરતા આશરે લાખની વસુલાત થવા પામી હતી.

કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર (પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, અરવિંદ મકવાણા ,જે કે જોશી, કે.જે. પંડ્યા અને એચ. કે. કાપડીયા વિ. દ્વારા કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનનાં વિવિધ વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવતા મિલ્કતોને સીલ મારેલ, -મિલ્કતોને ટાંચ - જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. આજે રૂ. .૮૪ લાખની વસુલાત થવા પામી છે. કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર આરતીબેન નિમ્બાર્ક, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટર કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા, નિતિનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ ખંભોળિયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.(૨૧.૨૯)

(4:00 pm IST)