Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

મેટોડામાં જયોતી સીએનસી ઉપર ત્રાટકતુ ઇન્કમટેકસ

ટોચના ઉદ્યોગગૃહ ઉપર રાજકોટ રેન્જના કમિશ્નર ઉષા શ્રોતેના માર્ગદર્શન તળે ર૬ અધિકારીઓ તપાસમાં જોડાયાઃ ધમધમાટ

રાજકોટ તા.૨૨ : સીએનસી મશીન ક્ષેત્રે દેશ અને વિદેશમાં ટોચના ઉદ્યોગગૃહ તરીકે જાણીતા બનેલા જયોતી સીએનસી ઉપર આવકવેરા વિભાગ મેગા સર્વે હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટ અને સુરતના ઉદ્યોગપતિઓના વડપણવાળા જયોતી સીએનસીનું મુખ્ય યુનિટ કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા સ્થીત આવેલ છે. આજે બપોરે ના ટકોરે આવકવેરા વિભાગનો કાફલો ત્રાટકયો હતો અને તપાસ હાથ ધરી છે.

રાજકોટ રેન્જ-૧ના કમિશનર શ્રી ઉષા શ્રોતેના માર્ગદર્શન તળે આસીસ્ટન્ટ કમિશ્ન્રર સેકશન ઓફિસર તેમજ ટેકસ ઓફિસર સહિત ર૬ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જયોતી સીએનસી દ્વારા કરવામાં આવેેલા નાણાકીય વહેવારો તેમજ સ્ટોક અને અન્ય રોકાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવા વર્ષના પ્રારંભે જયોતી સીએનસી ગ્રુપ દ્વારા સાત દિવસ સંગીતનો ભવ્ય જલ્સો યોજાયો હતો.

(3:58 pm IST)