Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

સૂરસંસારનો ૨૫માં વર્ષમાં પગરણ : રૌપ્ય જયંતિ વર્ષ તરીકે ઉજવશે : ૧લી ફેબ્રુઆરીએ કાર્યક્રમ

સુપ્રસિદ્ધ ગાયિકા કવિતામૂર્તિ દેશપાંડે પોતાની આગવી અદામાં ગીતો પીરસશે

રાજકોટ, તા. ૨૨ : ફિલ્મી ગીત સંગીતની રાજકોટગ શહેરની સૌથી જૂની અને જાણીતી સંસ્થા 'સૂરસંસાર' સતત અડીખમ રહી એકપણ કાર્યક્રમ ચૂકયા વગર ૨૪મું વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. ૧ એપ્રિલ ૨૦૧૯થી સંસ્થાનું ૨૫મું વર્ષ 'રૌપ્ય જયંતિ વર્ષ' ચાલુ થશે.

'સૂરસંસાર'નો ૨૪માં વર્ષનો પાંચમો કાર્યક્રમ ૧લી ફેબ્રુઆરીના શુક્રવારે રાત્રે શ્રી હેમુગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાં સેંકડો સફળ કાર્યક્રમો આપી મશહુર થયેલા ગાયિકા કવિતામૂર્તિ દેશપાંડે અઠ્ઠાવીસ ગીતો પોતાની આગવી અદામાં રજૂ કરશે.

યુગલ ગીતોમાં તેમને સથવારો વડોદરાના અને રાજકોટના જાણીતા ગાયક શ્રી રાકેશ દવે કરશે. અવશ્ય રીતે દેશભરમાંથી આવતા મુખ્ય કલાકારોનું માનીતુ 'સૂરસંસાર કોરસ વૃંદ ગીત સંગીતના સુવર્ણ ઉપર સોને પે સુહાગા બની રહેશે. અવિસ્મરણીય ગીતોને સંગીત વૃંદનો સહારો શ્રી તાહિર અલી સૈયદ અને સાથીદારો કરશે.

ઉદ્દઘોષણમાં ઝલકારો કુ.સ્નેહલ તન્ના ચમકાવશે. સમગ્ર શ્રોતાઓને કાર્યક્રમ નજીકથી માણતા હોય તેવી કરામત સ્ટેજ પાછળના સ્ક્રીન પર ઓનલાઈન દૃશ્યાવીથી દર્શાવાશે.

સંસ્થામાં નવા સહભાગી થવા છચ્છતા સંગીત પ્રેમીઓ વેઈટીંગ લીસ્ટમાં પોતાના નામ, ફોન - ૦૨૮૧- ૨૫૭૭૫૬૩ ઉપર નોંધાવવા શ્રી ભગવતીભાઈ મોદીની યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૦)

(3:52 pm IST)
  • પ્રયાગરાજના કુંભમેળામાં 'પોષ પૂર્ણિમા'ના પાવન પ્રસંગે 1 કરોડથી વધુ ભાવિકોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી:કુંભ મેળાના આયોજક અધિકારી કિરણ આનંદે કહ્યું કે કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના પ્રસંગે 1 કરોડ 7 લાખ લોકોએ સ્નાન કર્યું હતું access_time 1:13 am IST

  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST

  • બિહારની બેટીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકે શપથ: જય હિંદનો સૂત્રોચ્ચાર કર્યા : બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની : ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા હતા access_time 1:13 am IST