Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

પંચાયતનગરમાં પેવિંગ બ્લોકના કામનો પ્રારંભ

 રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૦ના કોંગી કોર્પોરેટર મનસુખ કાલરીયાને ગ્રાન્ટમાંથી પંચાયતનગર-૨ વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો લાભુબેન ભુત, ડો.દિલીપભાઇ પટેલ, ચિમનભાઇ પરીખ તથા તુષિત પાણેરીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ. આ પ્રસંગે વોર્ડ કોંગી પ્રમુખ જગદીશભાઇ ડોડીયા, આર.ટી.આઇ એકટીવિસ્ટ મગનભાઇ ડરાણીયા ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ બી.પી.કોટક, બી.એન.વિરાણી, એમ.કે.દુધરેજીયા, અતુલભાઇ ગોહેલ, ઉપેન્દ્રભાઇ પોપટ, ધ્રુવ કાછડીયા, વિમલભાઇ ભુત, લાભુબેન ડોબરીયા, ભારતીબેન પટેલ, ચંદ્રિકાબેન ગોહેલ, નિલાબેન કોટક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)